Not Set/ સરકાર દ્વારા રાજ્યના જોઈન્ટ કમીશનરોની બદલી કરાઈ

હાલ જીએસટી વિભાગ ફેસલેસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જીએસટીની મહત્તમ કામગીરી ફેસલેસ થાય તે દિશાને ધ્યાને લઇ આગામી તમામ પગલાઓ સ્ટેટ અને સેન્ટ્રલ દ્વારા લેવામાં આવી રહ્યા છે.

Gujarat
Untitled 43 સરકાર દ્વારા રાજ્યના જોઈન્ટ કમીશનરોની બદલી કરાઈ

રાજયમાં દિવાળી માહોલ હવે જોવા મળી  રહ્યો  છે  ત્યારે સરકાર માં  પણ દિવાળી ની અસર જોવા મળી રહી છે . જેમાં  દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને  રાજ્ય અને કેન્દ્રના વિવિધ વિભાગોમાં બદલી અને બઢતીના હુકમઓ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગના જોઇન્ટ કમિશનરની બદલી અને પ્રમોશન આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકોટ ખાતે ફરજ બજાવતા સંયુક્ત રાજ્વેરા કમિશનર વિભાગ-૧૦ અને વિભાગ 11ના અધિકારીઓને વડોદરા અને ગાંધીધામ બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો ;વિવાદ / જય ભીમ ફિલ્મનાં આ Scene ને લઇને વિવાદમાં આવ્યા પ્રકાશ રાજ

રાજકોટ ખાતે સંયુક્ત કમિશનર વિભાગ-૧૦ ના ડી.વી ત્રિવેદીને વડોદરા ખાતે સંયુક્ત રાજવેરા કમિશનર વિભાગ પાંચમા બદલી કરવામાં આવી છે. એવી જ રીતે રાજકોટ ખાતે વિભાગ 11માં ફરજ બજાવતા વી. એન ગુર્જરને સંયુક્ત રાજવેરા કમિશનર વિભાગ 12 ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે વડોદરા ખાતે સંયુક્ત રાજવેરા કમિશનર (વિવાદ) આર.જી હદવાણીને સંયુક્ત રાજ્વેરા કમિશનર વિભાગ 10નો ભાર સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ બઢતી અને બદલી ના ઓર્ડરો થાય તેવી પૂર્ણ શક્યતા સેવાઇ રહી છે.

આ પણ વાંચો ;અમદાવાદ / ઘાટલોડિયામાં ધનતેરસના દિવસે વૃદ્ધ દંપતી તીક્ષ્ણ હથિયારથી હત્યા

હાલ જીએસટી વિભાગ ફેસલેસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જીએસટીની મહત્તમ કામગીરી ફેસલેસ થાય તે દિશાને ધ્યાને લઇ આગામી તમામ પગલાઓ સ્ટેટ અને સેન્ટ્રલ દ્વારા લેવામાં આવી રહ્યા છે. પરિણામે જે કોઈ જવાબદારી કોઈ અધિકારી સ્વીકારતા હોય તો તેને અતિરેક ચાર્જ પણ આપવામાં આવે છે પરિણામે જ આ તમામ બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે.