Interesting/ બાળકે કર્યો એવો જુગાડ, સાઇકલ બની ગઇ Washing Machine

બાળકે પોતાના મગજનો ઉપયોગ કરી એવો જુગાડ કર્યો છે કે તેના દ્વારા બનાવેલ વોશિંગ મશીન જોયા બાદ તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

Ajab Gajab News
11 99 બાળકે કર્યો એવો જુગાડ, સાઇકલ બની ગઇ Washing Machine

આપણા દેશમાં લોકો જુગાડ કરીને એવી વસ્તુઓ બનાવી જાય છે કે જેને જોઇ કલ્પના કરવુ થોડુ મુશ્કેલ થઇ જાય છે. તાજેતરમાં જ એક શાળાનાં બાળકે જુગાડથી એક એવી મશીન બનાવી છે કે જેને જોઇને લોકો પણ માથુ ખંજવાડતા રહી ગયા છે.

આ પણ વાંચો – Political / સ્ટેજ પર બોલવાની તક ન મળતા આ નેતા થયા ગુસ્સે, પછી જે કર્યુ તે જુઓ આ વીડિયોમાં

કપડા ધોવામાં પડતી મહિલાઓની તકલીફોને જોતા શાળામાં ભણતા એક બાળકે એક એવો જુગાડ કર્યો છે જેને જોઇ સૌ કોઇ ચોંકી ગયા છે. હવે તે સમય ગયો જ્યારે લોકો હાથથી કપડા ધોતા હતા. આજનાં સમયમાં લોકો કપડા ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. શહેર હોય કે ગામ, હવે તમને દરેક જગ્યાએ વોશિંગ મશીન જોવા મળશે. આવી સ્થિતિમાં, હજારો રૂપિયાની કિંમતની વોશિંગ મશીનની સરખામણીએ એક શાળાનાં બાળકે ઓછા ખર્ચે એક અનોખું વોશિંગ મશીન શોધ્યું છે. બાળકે પોતાના મગજનો ઉપયોગ કરી એવો જુગાડ કર્યો છે કે તેના દ્વારા બનાવેલ વોશિંગ મશીન જોયા બાદ તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. આ બાળકે વોશિંગ મશીન બનાવવા માટે સાઇકલનો ઉપયોગ કર્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, બાળકને તેની શાળા માટે એક પ્રોજેક્ટ બનવાનો હતો, જેના માટે બાળકે આ વોશિંગ મશીન બનાવ્યું છે. જે લોન્ડ્રી કરવાનું ખૂબ જ સરળ બનાવે છે. ન તો તમારે વધારે પૈસા ખર્ચવા પડશે અને ન તો તમારે આ વોશિંગ મશીન માટે વધારે મહેનત કરવી પડશે. ફક્ત કપડા નાખો અને પેડલને થોડી વાર ફેરવો, તમારા કપડા થોડી જ મિનિટોમાં ધોવાઇ જશે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળકે એક જંકમાં પડેલી ટાયર વિનાની સાઈકલ લીધી છે. જેના પાછળનાં ભાગમાં બાળકે મોટી પ્લાસ્ટિકની બોટલ એડ કરી દીધી છે. બાળક બોટલમાં કપડુ મૂકે છે અને તેને બંધ કરે છે અને પછી થોડીવાર માટે સાઈકલનું પેડલ મારે છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો સ્ટોરીઝ 4 મીમ્સ નામનાં પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કેપ્શન લખ્યું છે – દેશી વોશિંગ મશીન. લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે આવુ વોશિંગ મશીન બનાવનાર બાળકનું દિમાગ કેટલું તેજ હશે. દરેકને આ વીડિયો ગમી રહ્યો છે. આ સાથે, લોકો વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.