શ્રદ્ધાંજલિ/ રામાયણમાં સીતાના અપહરણ સીન અંગે અરવિંદ ત્રિવેદીએ દીપિકાની માંગી હતી માફી

અરવિંદ ત્રિવેદીને ‘રામાયણ’માં રાવણની ભૂમિકામાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ 1987 માં રામાનંદ સાગરની ‘રામાયણ’ દર્શકોને ખૂબ ગમી હતી…

Trending Entertainment
અરવિંદ

ટીવીના લોકપ્રિય શો ‘રામાયણ’ના અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. હાર્ટ એટેક અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું  છે. અરવિંદ ત્રિવેદીને ‘રામાયણ’માં રાવણની ભૂમિકામાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ 1987 માં રામાનંદ સાગરની ‘રામાયણ’ દર્શકોને ખૂબ ગમી હતી. આ શોમાં દીપિકા ચીખલીયાએ સીતાની ભૂમિકા ભજવી હતી. અરવિંદ ત્રિવેદીની અંતિમ યાત્રામાં હાજરી આપ્યા બાદ, દીપિકા ચીખલિયાએ એક ઇન્ટરવ્યૂમાં શોમાં અરવિંદ ત્રિવેદી સાથે ભજવેલી ‘સીતા અપહરણ’ ની વાર્તા યાદ કરી હતી.

આ પણ વાંચો :એશ્વર્યા બ્લેક ડ્રેસમાં દેખાઈ રહી છે ખૂબ જ સુંદર, જોઇને અંજાઈ જશે આપની આંખો

દીપિકાએ અરવિંદ ત્રિવેદી સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો. તેમણે ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું, “સીતા અપહરણના દ્રશ્ય દરમિયાન, તે મને ખેંચી રહ્યા હતા, મારા વાળ ખેંચી રહ્યા હતા. તે વાસ્તવમાં આ દ્રશ્યને લઈને ખરેખર ખૂબ જ ચિંતિત હતા અને તેમને ખરાબ લાગતું હતું. એક અભિનેતા માટે આ એક્ટ કરવું થોડું મુશ્કેલ હોય છે. તેઓ ગુજરાતી હતા તેઓ મને સતત પૂછતાં હતા કે તમને કોઈ ઇજા તો થઈ નથીને. હું તેમને કહેતી કે ના હું ઠીક છું અને ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.

a 133 રામાયણમાં સીતાના અપહરણ સીન અંગે અરવિંદ ત્રિવેદીએ દીપિકાની માંગી હતી માફી

દીપિકાએ વધુમાં જણાવ્યું કે, દ્રશ્યની માંગ એવી હતી કે તેમણે મારા વાળ પકડીને ખેંચવાની હતી, જેથી દ્રશ્ય ખૂબ જ કુદરતી લાગે. તે એ હકીકતમાં અટવાઇગયા હતા કે તેમણે દ્રશ્ય વાસ્તવિક બનાવવાનું છે અને મને દુ:ખ પણ આપવું નથી. મને હજુ પણ યાદ છે કે અરવિંદજીએ સમગ્ર મીડિયા સામે મારી માફી માગી હતી, તે પણ સીતા અપહરણના દ્રશ્ય માટે. તેઓ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. આ સીન કર્યા બાદ તેની તબિયત સારી નહોતી. તેઓ શિવભક્ત હતા. તે એક સારા વ્યક્તિ હતા અને તે માનવતાથી ભરેલા હતા.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : શાહરુખ ખાનને મળીને ભાવુક થયો આર્યન, દીકરા માટે બર્ગર લઈને પહોંચી ગૌરી

દીપિકાએ કહ્યું કે લોકડાઉન દરમિયાન જ્યારે ‘રામાયણ’ ટીવી પર પ્રસારિત કરવામાં આવી ત્યારે મેં તેમની સાથે વાત કરી હતી. તે સમયે એવું લાગતું ન હતું કે તેઓ તમામ રોગો સામે લડી રહ્યા છે. તેમ છતાં, હું તેમની સાથે ફોન પર સ્પષ્ટ રીતે વાત કરી શકી નહીં, પરંતુ અમે રામાયણ વિશે વાત કરી. મેં તેમને કહ્યું કે આપણે મળીશું. મેં તેમને સુનીલ લહેરી સાથે મળવાની યોજના પણ બનાવી હતી, પરંતુ મળી શક્યા નહીં.

આ પણ વાંચો :PM મોદીએ અરવિંદ ત્રિવેદીના નિધન પર વ્યક્ત કર્યો શોક, નટુકાકાને પણ પાઠવી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો : ભેંસનું દૂધ દોહતી નેહા કક્કરનો વીડિયો વાયરલ, ચાહકોએ કહ્યું આવું..

આ પણ વાંચો :રામાયણમાં રાવણનો દમદાર અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીએ દુનિયાને કહ્યુ અલવિદા