Not Set/ VIDEO : આ ખેલાડીનો હવામાં રનઆઉટ જોઈ ટીમના કેપ્ટન બોલી ઉઠ્યા કે આ તો “જોન્ટી રોડ્સ” પણ નહી કરી શકે

દુબઈ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સિરીઝમાં પાકિસ્તાનની ટીમે ક્લીન સ્વીપ કરતા ૩-૦થી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. એશિયા કપમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ખરાબ પ્રદર્શન બાદ આ શ્રેણીમાં પાકિસ્તાનની ટીમનો દબદબો જોવા મળ્યો હતો, પરંતુ આ વચ્ચે ત્રણ મેચની શ્રેણીનો સૌથી ચર્ચાસ્પદ એક બનાવ હોય તો તે પાકિસ્તાની ખેલાડી ફખર […]

Trending Sports Videos
pakistan VIDEO : આ ખેલાડીનો હવામાં રનઆઉટ જોઈ ટીમના કેપ્ટન બોલી ઉઠ્યા કે આ તો "જોન્ટી રોડ્સ" પણ નહી કરી શકે

દુબઈ,

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સિરીઝમાં પાકિસ્તાનની ટીમે ક્લીન સ્વીપ કરતા ૩-૦થી શ્રેણી પોતાના નામે કરી લીધી છે.

એશિયા કપમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ખરાબ પ્રદર્શન બાદ આ શ્રેણીમાં પાકિસ્તાનની ટીમનો દબદબો જોવા મળ્યો હતો, પરંતુ આ વચ્ચે ત્રણ મેચની શ્રેણીનો સૌથી ચર્ચાસ્પદ એક બનાવ હોય તો તે પાકિસ્તાની ખેલાડી ફખર જમાનનો રન આઉટ છે.

https://twitter.com/AqeelSays_/status/1055894906223448064

હકીકતમાં, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-૨૦ મેચમાં પાકિસ્તાનની ઓપનર ફખર જમાને હવામાં ડાઈવ લગાવતા જે રીતે કાંગારું ખેલાડીને રન આઉટ કર્યો છે, તે જોઇને વર્લ્ડ ક્રિકેટમાં ચર્ચા થઇ રહી છે.

હંમેશાની માટે પાકિસ્તાનની ટીમની ફિલ્ડીંગની આલોચના કરવામાં આવે છે, પરંતુ જમાને હવામાં ડાઈવ લગાવી સીધા સ્ટમ્પમાં થ્રો માર્યો હતો. એક સમયે આ રન આઉટ જોઇને સાથી ખેલાડીઓ હેરાન થઇ ગયા હતા.

બીજી બાજુ પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહેમદે આ રન આઉટ જોઈ કહી દીધું હતું કે, “આ પ્રકારનો રન આઉટ તો જોન્ટી રોડ્સ પણ કરી શકતા નથી”.