Gujarat/ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંગીતકાર રૂપકુમાર રાઠોડ નિર્મિત વસુધૈવ કુટુંમ્બકમની થીમ આધારિત ફિલ્મનું લોન્ચીંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ વન મંત્રી મૂળુ બેરા, વન રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે’ની ઉજવણી નિમિત્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડના સંગીત અને સ્વર દ્વારા નિર્મિત…

Top Stories Gujarat
Vasudhaiva Kutumambakam

Vasudhaiva Kutumambakam: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ વન મંત્રી મૂળુ બેરા, વન રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે’ની ઉજવણી નિમિત્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડના સંગીત અને સ્વર દ્વારા નિર્મિત ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને ઉજાગર કરતી વસુધૈવ કુટુંમ્બકમની થીમ આધારિત ફિલ્મનું રૂપકુમાર રાઠોડની ઉપસ્થિતિમાં આજે લોન્ચીંગ કરાયું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે રૂપકુમાર રાઠોડને અભિનંદન આપતા કહ્યું હતું કે, ગુજરાતની ચારેય રામસર સાઇટ્સ અને કચ્છનાં છારીઢંઢ જેવા વિસ્તારમાં મહેમાન બનતા પક્ષીઓ અને ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને એક નાનકડી સંગીતમય ફિલ્મમાં દર્શાવ્યા છે. દર વર્ષે ગુજરાતના મહેમાન બનતા લાખો યાયાવર પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અમારી સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ દ્વારા પક્ષીઓની તસવીરો રજૂ કરતી એક  કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આવતા પક્ષીઓ કે જે રાજ્યના છારીઢંઢ, થોળ, નળ સરોવર, કચ્છનું નાનું રણ, વઢવાણા જેવા વેટલેન્ડસ સ્થળોએ જોવા મળે છે. તે તમામ આ ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે, જે પક્ષીવિદો અને નાગરિકો માટે ખૂબ જ  ઉપયોગી નીવડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષીઓ તેમનાં અસ્તિત્વનાં સમયથી આ ધરતીનાં દરેક ખૂણાઓને પ્રવાસી બનીને ધરતી, આકાશ અને જળ વિસ્તારને પોતાનું ઘર માને છે. ઉપનિષદોમાં લખાયેલ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને આ પક્ષીઓ જ સાર્થક કરે છે. ધરતીનાં દરેક ખૂણેથી પંખીઓ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ઉપયોગ કરીને ભારત આવે છે. નોંધનીય છે કે ભારત આ વર્ષે  G -20ના અધ્યક્ષપદે છે ત્યારે G-20ના કુલ 20 દેશમાંથી દર વર્ષે 18 જેટલા દેશોના 300 જેટલી પ્રજાતિનાં પક્ષીઓ ગુજરાતનાં વૅટલન્ડના મહેમાન બને છે, જે ભારત માટે માટે ગૌરવ સમાન છે.

રૂપકુમાર રાઠોડ એક ઉમદા સંગીતકારની સાથે સાથે કુદરત પ્રેમી પણ છે અને ઉમદા વન્યજીવ તસવીરકાર પણ છે. ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રત્યે તેઓ ગજબનું જોડાણ ધરાવે છે. તેઓએ ગુજરાતનાં વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વન્યજીવો અને પક્ષીઓની તસવીરો પણ ખૂબ જ લીધી છે. પ્રકૃતિ પ્રત્યેનાં જોડાણને કારણે જ તેઓએ ગુજરાતનાં સરોવરો અને પક્ષીઓ વિષે આ નવીનતમ ધૂનની રચના કરી છે.

આ પણ વાંચો: ના હોય!/અહીં દરેક લોકો પાસે છે વિમાન, નાસ્તો કરવા માટે પણ જાય છે પ્લેનમાં, જાણો ક્યાં છે આ ગામ