Not Set/ બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ ‘સાહો’ નું જબરદસ્ત ટ્રેલર થયુ લોન્ચ

બાહુબલી ફેમ પ્રભાસની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ સાહોની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોવાઇ રહ્યા છે. ફિલ્મમાં પહેલીવાર પ્રભાસ બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 30 ઓગષ્ટે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. સાહોનું ટ્રેલર આજે 10 ઓગસ્ટે ફિલ્મનાં રિલીઝનાં 20 દિવસ પહેલા રિલીઝ થયું છે. સાહોનાં ટ્રેલરમાં […]

Uncategorized
saaho jhhgd બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ 'સાહો' નું જબરદસ્ત ટ્રેલર થયુ લોન્ચ

બાહુબલી ફેમ પ્રભાસની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ સાહોની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોવાઇ રહ્યા છે. ફિલ્મમાં પહેલીવાર પ્રભાસ બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 30 ઓગષ્ટે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. સાહોનું ટ્રેલર આજે 10 ઓગસ્ટે ફિલ્મનાં રિલીઝનાં 20 દિવસ પહેલા રિલીઝ થયું છે.

સાહોનાં ટ્રેલરમાં પ્રભાસ ધમાકેદાર એક્શન સીન કરતો જોવા મળી રહ્યો છે. વળી શ્રદ્ધા કપૂર પણ તેનાથી પાછળ રહી નથી. તેણે ટ્રેલરમાં જબરદસ્ત એક્શન સીન્સ પણ કર્યા છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સાથે મળીને દુશ્મનોને પરસેવો પાડતા જોવા મળે છે. ટ્રેલરનાં એક ભાગમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની રોમેન્ટિક લવ સ્ટોરી પણ દર્શાવવામાં આવી હતી. બંનેની કેમિસ્ટ્રી સારી લાગી રહી છે. ટ્રેલરમાં બાકીની કાસ્ટ નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ અને અરૂણ વિજયની પણ ઝલક છે. સાહોનું ટ્રેલર જોયા બાદ દર્શકોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની તેને લઇને ઉત્સુકતા વધી ગઈ છે.

સાહોનું સંગીત શંકર, એહસાન અને લોય દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. હિન્દી સિવાય સુજિતનાં દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 30 ઓગસ્ટે તેલુગુ અને તમિળમાં પણ રજૂ થશે. આ દિવસે શ્રદ્ધા કપૂરની બીજી ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.