Recipe/ આ પાનના પાત્રા સ્વાદમાં લાગે છે બેસ્ટ અને 2-3 દિવસ બગડતા પણ નથી

ચાલો બનાવતા શીખીએ ‘રોસ્ટેડ મીનીપા..

Food Lifestyle
PATRA PO આ પાનના પાત્રા સ્વાદમાં લાગે છે બેસ્ટ અને 2-3 દિવસ બગડતા પણ નથી

આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. તો ચાલો બનાવતા શીખીએ ‘રોસ્ટેડ મીનીપા’…

🥬 રોસ્ટેડ મીનીપા બનાવવા માટેની સામગ્રી :🥬

10-12 નાના અળવી નાં પાન
1 કપ ચણાનો લોટ
3 ચમચી જુવારનો લોટ
3 ચમચી ચોખાનો લોટ
3 ચમચી ગોળ (વધુ કે ઓછો લ‌ઈ શકો)
2 ચમચી આંબલીનો પલ્પ
2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
1  ચમચી આદુની પેસ્ટ
2 ચમચી લસણની પેસ્ટ
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણાજીરૂ
1 ચમચી હળદર
ચપટી હિંગ
2 ચમચી શીંગદાણાનો ભૂકો
1 ચમચી તલ
1 થી 2 ચમચી કોપરાનું ખમણ
1/2 ચમચી ગરમ મસાલો
7-8 ચમચી તેલ
સ્વાદાનુસાર મીઠું
2 ચમચી તેલ

રોસ્ટેડ મીનીપા બનાવવા માટેની રીત:

🥬 સૌ પ્રથમ લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો, લોટ કઠણ જ રાખવો અને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. એ દરમિયાન પાતરા ધોઈને સાફ કરી લો.

🥬 હવે પાતરા ઉપર લોટ લગાવી રોલ કરી લો. આ રીતે બધા પાતાના રોલ કરી લો.

🥬 હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા પાતરાના રોલ મૂકી દો. ગેસની ફલેમ ધીમી રાખવી. 5 થી 7 મિનિટ બાદ રોલ ફેરવી લો. આ રીતે 5 થી 7 મિનિટ બાદ પાતરા ફેરવતા રહેવું.

🥬 આ રીતે પાતરા બધી બાજુ શેકી લો. તૈયાર છે રોસ્ટેડ મીની પાત્રા..