રેસીપી/ બંગાળી સ્ટાઇલના ભીંડા બનાવવાની રીત, વાંચો

ભીંડાને સારી રીતે ધોઇને નેપકીન વડે સંપૂર્ણ સૂકા થાય તે રીતે સાફ કરી લો. તેની બન્ને બાજુઓ કાપી લીધા પછી આડા ટુકડા કરી બાજુ પર રાખો.

Food Lifestyle
mahiyj બંગાળી સ્ટાઇલના ભીંડા બનાવવાની રીત, વાંચો

સામગ્રી

2 કપ ભીંડા
1 ટેબલસ્પૂન ખસખસ
1 ટેબલસ્પૂન રાઇ
2 ટીસ્પૂન તેલ
1 1/2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું  (સ્વાદાનુસાર)
1/2 ટીસ્પૂન સાકર
1/4 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન મરચાં પાવડર

બનાવવાની રીત 

ભીંડાને સારી રીતે ધોઇને નેપકીન વડે સંપૂર્ણ સૂકા થાય તે રીતે સાફ કરી લો. તેની બન્ને બાજુઓ કાપી લીધા પછી આડા ટુકડા કરી બાજુ પર રાખો. ખસખસ અને રાઇ દાણાને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવી બાજુ પર રાખો.

એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ભીંડા મેળવી, મધ્યમ તાપ પર 8 થી 10 મિનિટ સુધી અથવા ભીંડા નરમ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં લીલા મરચાં, તૈયાર કરેલો ખસખસ-રાઇનો પાવડર, મીઠું, સાકર, હળદર અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ ગરમ પીરસો.

આ પણ વાંચો:શરીરની અનેક સમસ્યામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા

આ પણ વાંચો: સ્વીમીંગ પુલનું પાણી એટલે બીમારીઓને ભાવભર્યું આમંત્રણ, વાંચો કેમ..

આ પણ વાંચો:ક્યાંક કબૂતર તો નથીને આ બીમારીઓનું કારણ? આસપાસ ભેગા થતાં જ થઇ જાવ સાવધાન

આ પણ વાંચો:આ સ્મૂધી પીધા પછી તમારે નાસ્તો બનાવવો પડશે નહીં અને તમારું વજન તરત જ ઘટશે

આ પણ વાંચો:તરબુચની સીઝન તો આવી ગઈ, પણ શું તરબુચ વિશે આટલી વાતો જાણો છો !