New Variant/ નવા વેરિઅન્ટનું નામ કેવી રીતે પડ્યું Omicron? જાણો શું છે તેનો અર્થ

કોરોના મહામારી ફાટી નીકળ્યાનાં લગભગ બે વર્ષ પછી, વિશ્વ તેના નવા વેરિઅન્ટ સાથે સતત ઝઝૂમી રહ્યું હોય તેવું લાગે છે. અત્યારે સમગ્ર દુનિયામાં જે વેરિઅન્ટનો ડર છે તેનું નામ ઓમિક્રોન છે.

Top Stories Health & Fitness Lifestyle
કેવી રીતે પડ્યુ Omicron નામ

કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટને કારણે સમગ્ર વિશ્વ ફરી એકવાર સંકટમાં દેખાઇ રહ્યુ છે. કોરોના મહામારી ફાટી નીકળ્યાનાં લગભગ બે વર્ષ પછી, વિશ્વ તેના નવા વેરિઅન્ટ સાથે સતત ઝઝૂમી રહ્યું હોય તેવું લાગે છે. અત્યારે સમગ્ર દુનિયામાં જે વેરિઅન્ટનો ડર છે તેનું નામ ઓમિક્રોન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની એક સમિતિએ કોરોના વાયરસનાં નવા સ્વરૂપને ‘ઓમિક્રોન’ નામ આપ્યું છે અને તેને ‘અત્યંત ચેપી ચિંતાજનક સ્વરૂપ’ ગણાવ્યું છે. અગાઉ આ કેટેગરીમાં કોરોના વાયરસનું ડેલ્ટા સ્વરૂપ હતું, જેના કારણે યુરોપ અને અમેરિકાનાં ઘણા ભાગોમાં લોકોએ મોટા પાયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વેરિઅન્ટ પર રસી કેટલી અસરકારક છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

કેવી રીતે પડ્યુ Omicron નામ

આ પણ વાંચો – Omicron Effect / આફ્રિકા-યૂરોપની ટૂરના આયોજકોને મોટો ફટકો, હજારો લોકોએ ટૂર કેન્સલ કરાવી

આપને જણાવી દઇએ કે, વિશ્વભરમાં લાખો લોકોનાં મોતનું કારણ બનેલો કોરોના વાયરસ હવે નવા રૂપમાં સામે આવ્યો છે. વાયરસનાં નવા વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આ વેરિઅન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેને ચિંતાનો એક પ્રકાર ગણાવ્યો છે. વાયરસનાં આ પરિવર્તનને ખતરનાક અને ચિંતાજનક કહેવા પાછળનું કારણ તેની ઝડપથી ફેલાવાની ક્ષમતા છે. નવા વાયરસે ફરી એકવાર મહામારીનું રૂપ ધારણ કરે તે પહેલા જ વિશ્વભરનાં દેશોએ ઇમરજન્સી પગલા લેવાનું શરૂ કરી દીધું છે. હવે લોકોનાં મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ મ્યુટેશનને ઓમિક્રોન કેમ કહેવામાં આવ્યું? ચાલો જાણીએ આ સવાલનો જવાબ. SARS Cove-2 નાં નવા વેરિઅન્ટને નામ આપવા માટે ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેમના વૈજ્ઞાનિક નામ ઘણા લાંબા હોય છે. SARS Cove-2 માં જ ગ્રીક મૂળાક્ષરોનો એક નવો અક્ષર ઉમેરવામાં આવ્યો છે જેથી સ્પષ્ટપણે સમજી શકાય કે આ વાયરલ એ જ છે, પરંતુ તેમાં નવું પરિવર્તન છે. અત્યાર સુધીમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ SARS Coval-2 નાં વેરિઅન્ટ માટે 12 ગ્રીક અક્ષરોનો ઉપયોગ કર્યો છે. આ બતાવે છે કે આગામી નવા પરિવર્તનને આગામી 13મો અક્ષર Nu અથવા Xi મળશે. પરંતુ આ વખતે એવું ન થયું. દક્ષિણ આફ્રિકાનાં નવા વેરિઅન્ટ માટે, WHO એ તેમનો આગામી અક્ષર ઓમિક્રોન પસંદ કર્યો.

કેવી રીતે પડ્યુ Omicron નામ

આ પણ વાંચો – સાવધાન! / WHO ની ચેતવણી- કોરોનાનો નવો વેરિઅન્ટ સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો

આપને જણાવી દઇએ કે, આઅંગ્રેજી મૂળાક્ષરોમાં નાના O અક્ષરનું ગ્રીક સ્વરૂપ છે, જે 15મો અક્ષર છે. જો તમારા મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે 13મો અક્ષર Nu અથવા Xi કેમ છોડી દેવામાં આવ્યો તો તેનો જવાબ પણ આવી ગયો છે. ગ્રીક મૂળાક્ષરોનો 13મો અક્ષર, Nu અંગ્રેજી ન્યૂ શબ્દ સૂચવે છે, આનાથી લોકોમાં મૂંઝવણ ઊભી થઈ હશે કે તે નવો વાયરસ છે કે મ્યુટેશન. વળી, નવો શબ્દ Xi એ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિનનું પ્રથમ નામ છે, તેથી વેરિઅન્ટને Xi તરીકે નામ આપવાથી વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. આ જ કારણ છે કે ઓમિક્રોન નામ રાખવામાં આવ્યું હતું.