પરિવર્તન/ મહેસાણાની દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તન સાથે જ રાજીનામાનો દોર શરુ

મહેસાણા દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તન સાથે જ રાજીનામાનો દોર શરુ થયો હોવાનું સામે આવી રહ્યું છે. સત્તા પરિવર્તનના પગલે ડેરીનું રાજકારણ ગરમાયું છે. ડેરીના 20 ઉચ્ચઅધિકારીઓના રાજીનામા પડ્યા છે,

Gujarat Others
a 179 મહેસાણાની દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તન સાથે જ રાજીનામાનો દોર શરુ

મહેસાણા દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તન સાથે જ રાજીનામાનો દોર શરુ થયો હોવાનું સામે આવી રહ્યું છે. સત્તા પરિવર્તનના પગલે ડેરીનું રાજકારણ ગરમાયું છે. ડેરીના 20 ઉચ્ચઅધિકારીઓના રાજીનામા પડ્યા છે, લેવામાં આવ્યા છે કે આપવામાં આવ્યા છે તે અલગ વાત છે, પરંતુ ઉંચા પગારદાર અધિકારીઓએ રાજીનામા સુપરત કર્યા છે તે હકીકત છે.

ડેરીનાં નવા સુકાનીઓ દ્વારા અધિકારીઓના રાજીનામાના પગલે આર્થિક બચત થશે તેવી વાત કરવામાં આવી રહી છે. કહી શકાય કે સત્તા પરિવર્તન સાથે જ ડેરીમાં કોસ્ટ કટીંગ કોન્સેપ્ટને અમલમાં મુકવામાં આવ્યો છે. કરકસરના ભાગરૂપે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ યોજાયેલી ચૂંટણીનાં અંતે ભારે રસાકસી અને રાજકીય આંટાપાટા વચ્ચે મહેસાણા દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તન થયું અને પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જગ્યાએ અશોક ચૌધરીએ મહેસાણા દૂધસાગર ડેરીનું  નેતૃત્વ સંભાળ્યું હતું. અશોક ચૌધરીએ સત્તા સંભાળતા જ ડેરીમાં પરિવર્તનનો પવન ફૂંકાતો જોવામા આવી રહ્યો છે.

જુઓ આ વીડિયો અહેવાલ પણ  – Mahesana : દૂધસાગર ડેરીમાં સત્તાપરિવર્તનના પગલે રાજકારણ ગરમાયું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…