અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના સૌથી હોટ કપલ્સમાંથી એક છે. બંનેની લવસ્ટોરીની ચર્ચા હતી પરંતુ આ પ્રેમ ક્યારે ખીલ્યો તેની કોઈને ખબર ન પડી. બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો એએ બંને વચ્ચેકેવી રીતે આ બંનેના દિલમાં એકબીજા માટે પ્રેમ થયો…
કહેવાય છે કે કરણ જોહરે વિકી કૌશલ અને કેટરીનાની જોડી બનાવી હતી. કરણના શોમાં એક પ્રશ્નના જવાબમાં કેટરિનાએ કહ્યું હતું કે તેને ઉરીના અભિનેતા વિકી કૌશલ સાથે કામ કરવું ગમશે. જ્યારે કરણે વિકીને આ વાત કહી ત્યારે તેણે ખૂબ જ સુંદર મોમેન્ટ આપી અને તેના હૃદય પર હાથ રાખીને બેહોશ થવા લાગ્યો.

વિકીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે એક્ટિંગ દરમિયાન તેને એક ટાસ્ક આપવામાં આવ્યું હતું કે તેને એક છોકરી તરીકે કેમેરા સામે રોમાન્સ કરવાનો છે, ત્યારે તે કૅટરીના તરીકે કૅમેરાની સામે રોમાન્સ કરતો હતો. એટલે કે વિકીના દિલમાં કૅટ માટે પહેલેથી જ આકર્ષણ હતું.
આ પછી બંને એક એવોર્ડ ફંક્શનમાં મળ્યા હતા જ્યાં વિકીએ તેને સલમાન ખાનની સામે પ્રપોઝ કર્યું હતું

વિકી કૌશલે કેટરિના કૈફને પ્રભાવિત કરવા માટે તેની મનપસંદ બેકરીમાંથી ચોકલેટ્સ પણ મોકલી હતી. કહેવાય છે કે આ બોક્સની સાથે તેણે કેટરીનાને પણ પ્રપોઝ કર્યું હતું.

કેટરીના કૈફ અને વિકી કૌશલની રોકા સેરેમની ડાયરેક્ટર કબીર ખાનના ઘરે યોજાઈ હતી. કેટ અને વિકીએ દિવાળીના દિવસે રોકા સેરેમની કરી હતી અને હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.

