Entertentment/ રણબીર-દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રીનો ફરી ચાલશે જાદુ, વેલેન્ટાઈન વીકમાં ધડકશે ‘તમાશા’

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સ્ટારર રોમેન્ટિક ડ્રામા ‘તમાશા’ એ આધુનિક સમયમાં પ્રેમને નવી રીતે રજૂ કર્યો હતો

Trending Entertainment
Celebrating Valentine's Day

Celebrating Valentine’s Day: દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સ્ટારર રોમેન્ટિક ડ્રામા ‘તમાશા’ એ આધુનિક સમયમાં પ્રેમને નવી રીતે રજૂ કર્યો હતો. નવેમ્બર 2015 માં રિલીઝ થયેલી આ ફિલ્મ અને તેણે પ્રેક્ષકોને પ્રેમ સંબંધો વચ્ચેના જીવનને સમજવા માટે એક અન્ય એંગલ આપ્યો, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ વેલેન્ટાઈન ડેના અવસર પર ફરી એકવાર હૃદયને ધબકાવવા આવી રહ્યું છે.

તમાશા’ ફરી રિલીઝ થઈ

પ્રેમની સિઝનમાં ‘તમાશા’ દેશભરના (Celebrating Valentine’s Day) પીવીઆર થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી છે. તેમના સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટે જાહેરાત કરી, “આ વેલેન્ટાઈન સપ્તાહ તમારા પ્રિયજનો સાથે તમારી પ્રેમ કથાની ઉજવણી કરે છે! તમાશા તમારી નજીકના તમામ @pvrcinemas_officialને ફરીથી રીલીઝ કર્યું છે!”

DDLJ પણ વેલેન્ટાઈન વીકમાં ફરી રિલીઝ થઈ

અગાઉ એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે શાહરૂખ ખાન અને કાજોલની આઇકોનિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ) પણ આ વેલેન્ટાઇન સપ્તાહમાં ફરીથી રિલીઝ થશે. આ ફિલ્મ મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરીદાબાદ, લખનૌ, નોઈડા, દેહરાદૂન, દિલ્હી, ચંદીગઢ, કોલકાતા, ગુવાહાટી, બેંગલુરુ, હૈદરાબાદ, ઈન્દોર, ચેન્નઈ, વેલ્લોર, ત્રિવેન્દ્રમ સહિત ભારતના 37 શહેરોમાં રિલીઝ થશે.

આ આઇકોનિક ફિલ્મો પણ વેલેન્ટાઇન પર ફરીથી રજૂ કરવામાં આવી

તમાશા અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ઉપરાંત, વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવા માટે અન્ય આઇકોનિક ફિલ્મો પણ રીલીઝ કરવામાં આવી છે. આ યાદીમાં ટાઇટેનિક (અંગ્રેજી), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (હિન્દી), તમાશા (હિન્દી), જબ વી મેટ (હિન્દી)નો સમાવેશ થાય છે) જયારે ટિકિટ ટુ પેરેડાઇઝ (અંગ્રેજી), વેદ (મરાઠી), ગીતા ગોવિંદમ (તેલુગુ), વિનૈતાંદી વરુવાયા (તમિલ), હૃદયમ (મલયાલમ), ગુગલી (કન્નડ), લવ ની ભવાઈ (ગુજરાતી) નો પણ સમાવેશ થાય છે.

#askkapil/કપિલ શર્માથી ચાહકે માંગી તેની ઓનસ્ક્રીન પત્ની, શર્માજીએ આપ્યો આ જવાબ

Tellywood/રૂબિના દિલેકની બગડી તબિયત, સોજાયેલા હોઠનો શેર કર્યો ફોટા