Political/ ઇટાલીમાં મોટી રાજકીય અસ્વસ્થતા, PM જ્યુસેપ કોન્ટેએ આપ્યું રાજીનામું

પરિવર્તન સંસારનો નિયમ છે અને ગીતામાં પણ આ કહેવામાં આવ્યું છે, જેની તમામને ખબર છે પણ તે પરિવર્તન કઇ રીતે આવે છે તે પણ મહત્વનું છે. જો કે,

World
PM Giuseppe Conte ઇટાલીમાં મોટી રાજકીય અસ્વસ્થતા, PM જ્યુસેપ કોન્ટેએ આપ્યું રાજીનામું

પરિવર્તન સંસારનો નિયમ છે અને ગીતામાં પણ આ કહેવામાં આવ્યું છે, જેની તમામને ખબર છે પણ તે પરિવર્તન કઇ રીતે આવે છે તે પણ મહત્વનું છે. જો કે, પરિવર્તન વિશે એવુ પણ માનવામાં આવે છે કે, પરિવર્તન હંમેશા કષ્ટદાઇ હોય છે અને આવુ જ કંઇક કષ્ટ પડ્યુ છે ઇટાલીનાં રાજકીય ફલક પર.

ઇટાલીના વડા પ્રધાન જિયુસેપ કોન્ટેએ મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સમાચાર એજન્સી  રોઈટર્સે રાષ્ટ્રપતિના નિવેદનને ટાંકીને અહેવાલ આપ્યો છે. રાજીનામા બાદ નવી સરકારની રચના થવાની સંભાવના છે. તે જ સમયે, કોન્ટે પહેલાં સેનેટમાં તેમની સરકારને પછાડતા બચાવ્યા પછી, તેમણે ગઠબંધનની બહારના સાંસદોને તેમની લઘુમતી સરકારમાં જોડાવા વિનંતી કરી હતી. નોંધપાત્ર રીતે, વડા પ્રધાનને કોરોના રોગચાળાને કારણે થતાં આર્થિક સંકટમાંથી મુક્ત થવા માટે બહુમતીની જરૂર છે, તેથી જ તેમણે સાંસદોને તેમની પાર્ટીમાં જોડાવા વિનંતી કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…