Viral Video/ સિંહની વિરુદ્ધ બાયો ચઢાવી શખ્સ પહોંચ્યો નજીક, જુઓ આ ખતરનાક Video

હૈદરાબાદનાં નહેરુ ઝૂઓલોજિકલ પાર્કમાં આફ્રિકન લાયન મોટ વિસ્તારનાં પથ્થરો પર ચાલતો એક વ્યક્તિ સિંહની નજરનો શિકાર બન્યો હતો. વીડિયોમાં જી સાઈ કુમાર નામનો 31 વર્ષનો વ્યક્તિ સિંહ મોટવાળા વિસ્તારમાં ફરતો હતો.

Videos
સિહની સામે ચાલીક

હૈદરાબાદની એક ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. જણાવી દઇએ કે, હૈદરાબાદનાં નહેરુ ઝૂઓલોજિકલ પાર્કમાં આફ્રિકન લાયન Enclosures વિસ્તારનાં પથ્થરો પર ચાલતો એક વ્યક્તિ સિંહની નજરનો શિકાર બન્યો હતો. વીડિયોમાં જી સાઈ કુમાર નામનો 31 વર્ષનો વ્યક્તિ સિંહ Enclosures વિસ્તારમાં ફરતો હતો. જ્યાં સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓને મર્યાદિત પ્રમાણમાં મુક્ત કરવામાં આવે છે. જો કે, સામાન્ય નાગરિકોને અહીં જવાની પરવાનગી નથી. પરંતુ તેની પરવા કર્યા વિના આ શખ્સે મસ્તી કરવાનું પસંદ કર્યુ હતુ.

આ પણ વાંચો – Covid-19 / યુરોપનાં દેશોને WHO એ આપી ચેતવણી, કહ્યુ- કોરોનાને કારણે 7 લાખથી વધુ લોકોનાં થઈ શકે છે મોત

હૈદરાબાદનાં પ્રાણી સંગ્રહાલયમાં એક વ્યક્તિ સિંહનાં ઘેરામાં ઘૂસી જતાં હોબાળો મચી ગયો હતો. કર્મચારીઓએ મંગળવારે હૈદરાબાદના નેહરુ ઝૂઓલોજિકલ પાર્કમાં આફ્રિકન સિંહોના ઘેરામાં પથ્થરો પર ચાલતા એક વ્યક્તિને બચાવ્યો અને તેને પોલીસને હવાલે કર્યો. “સિંહોને હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજિકલ પાર્કમાં Enclosures માં છોડવામાં આવે છે, જે સખત પ્રતિબંધિત વિસ્તાર છે. પ્રાણી સંગ્રહાલયનાં કર્મચારીઓ દ્વારા માણસને બચાવી લેવામાં આવ્યો હતો અને પકડવામાં આવ્યો હતો,” એક નિવેદનમાં આ જણાવાયું છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ANI ન્યૂઝ એજન્સીએ શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિંહ Enclosures ની અંદર ઊભો છે અને ત્યાં એક વ્યક્તિ પથ્થરોની ટોચ પર બેઠો છે, સિંહ તે વ્યક્તિને જોઈ રહ્યો છે. આવું દ્રશ્ય જોઈને કોઈને પણ ડર લાગી જાય. વીડિયોમાં તમે આગળ જોશો કે થોડીવાર પછી પ્રાણી સંગ્રહાલયનો એક કર્મચારી આવે છે અને તે વ્યક્તિને ત્યાંથી લઈ જાય છે. Zoo સ્ટાફે ફરિયાદ નોંધ્યા બાદ માણસને બહાદુરપુરા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રાણી સંગ્રહાલયનાં કર્મચારીઓ દ્વારા જે વ્યક્તિને પકડવામાં આવ્યો હતો તેની ઓળખ 31 વર્ષીય જી સાંઈ કુમાર તરીકે થઈ છે.”