Ahmedabad/ નકલી પોલીસ બની UP થી ભાગીને આવેલી સગીરા સાથે કુકર્મનો પ્રયત્ન કરનાર શખ્સ આખરે ઝડપાયો

અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં 5 વર્ષથી બાળકી સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરાયુ હોવાની ધટના પ્રકાશમાં આવી છે.

Ahmedabad Gujarat
PICTURE 4 151 નકલી પોલીસ બની UP થી ભાગીને આવેલી સગીરા સાથે કુકર્મનો પ્રયત્ન કરનાર શખ્સ આખરે ઝડપાયો

અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર 26મી જાન્યુઆરીએ યુપીથી ભાગીને આવેલા સગીર યુવક યુવતીને માસ્કનાં નામે અટકાવી 500 રૂ. દંડ ભરવો પડશે તેમ કહીને અલગ અલગ જગ્યાઓએ ફેરવી સગીર યુવતીની સાથે દુષ્કર્મ કરવાના ઈરાદે યુવકને માર મારી ભગાવી સગારીને સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે અવાવરુ જગ્યાએ લઈ જનાર નકલી SRP જવાનની રેલવે પોલીસે ધરપકડ કરી છે.

સમગ્ર ધટનાની વાત કરીયે તો યુપીનાં ફિરોઝાબાદથી ભાગીને અમદાવાદનાં સારંગપુર આવેલા સગીર યુવક યુવતીને SRP નાં યુનિફોર્મમાં રહેલા શખ્સે માસ્કના નામે અટકાવ્યા હતા. બન્ને સગીરોને પોલીસમાં સોંપી દેવાનુ કહીને ગેરકાયદેસર અટકાયત કરીને, સગીર યુવકને ડરાવી મારમારી તેની પાસેથી 500 રુપિયા કાઢી લઈ તેને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રેલવે સ્ટેશન પરથી ભગાડી યુવક યુવતીને કલોલ લઈ ગયો હતો જ્યાં રેલવે પોલીસ હોવાનો ભય લાગતા આ શખ્સે સગીર સગીરાને રિક્ષામાં બેસાડી અમદાવાદ લાવ્યો હતો અને અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી સગીર યુવકને માર મારીને તેને ત્યાંથી ભગાડી દિધો હતો.

સગીર યુવતીને આ નકલી પોલીસે સગીરાનો પ્રેમી પોલીસ પકડી ગઈ છે તેને છોડાવવા સાબરમતી જવુ પડશે તેમ કહીને સાબરમતી રેલવે સ્ટેશને રિક્ષામાં બેસાડી લઈ ગયો હતો અને રાતનાં સમયે અંધારાનો લાભ લઈ રેલ્વે યાર્ડ પાસે લઈ જતો હતો. તે સમયે સગીરાને આ શખ્સ પોતાની સાથે કઈંક ખોટુ કરશે તેવો અંદાજ આવી જતા તે ત્યાંથી ભાગી હતી અને એક કિલોમીટર જેવુ ભાગીને બેભાન થઈ ગઈ હતી. રેલવે પોલીસને આ સગીર યુવતી અંગે જાણ થતા તેની પુછપરછ કરી હતી અને બાદમા આ પોલીસની વર્ધીમાં રહેલા શખ્સની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ અને ટેક્નીકલ એનાલીસીસના આધારે મહેસાણાનાં રાધનપુર ચોકડી પાસેથી બનાસકાંઠાનાં અશોક ચૌધરી નામના શખ્સને પકડી પાડ્યો છે.

આરોપી છેલ્લાં એક મહિનાથી અમદાવાદ સહિત અલગ અલગ રેલવે સ્ટેશન પર SRP જવાન જેવા કપડા પહેરીને માસ્કનાં નામે લોકો પાસે તોડ કરતો હતો ત્યારે તેણે આ બન્ને સગીર મળતા તેઓ પાસેથી માસ્કના નામે પૈસાની માંગણી કરી હતી જોકે સગીરોએ પોતે ભાગીને આવ્યા હોવાનુ કહેતા આ શખ્સે તેઓને અમદાવાદનાં કાલુપુરથી કલોલ લઈ ગયો અને ત્યાથી પાછો અમદાવાદ આવ્યો અને સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવેલી અવાવરુ જગ્યાએ સગીરાને દુષ્કર્મ કરવાના ઈરાદે લઈ જતો હતો જોકે સગીરાને શંકા જતા તે ભાગી ગઈ હતી અને પોલીસને આ અંગે જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ કે આરોપી અશોક ચોધરીનો પિતરાઈ ભાઈ SRP જવાન છે જેથી આરોપી પોલીસની કામગીરીથી જાણકાર હતો. હાલ તો પોલીસે આ શખ્સ પોલીસની વર્દી ક્યાથી લાવ્યો અને કેટલા લોકો પાસેથી માસ્કના નામે પૈસાનો તોડ કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Crime: પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરનારાની પોલીસે કરી ધરપકડ

Crime: પતિ પત્નીને બેહોશ કરીને કરતો હતો એવું કામ કે તમને સાંભળીને આવશે પતિ ઉપર ગુસ્સો

Crime: ચૂંટણી પહેલા અમદાવાદમાં લાખોની નકલી નોટો ઘૂસાડવાનો કૌભાંડ, સરખેજ પોલીસે ઝડપ્યા બે શખ્સો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ