Not Set/ અમદાવાદનાં ગીતા મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું

ગુજરાતમાં સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે સરકાર પણ હવે હરકતમાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
cricket 1 અમદાવાદનાં ગીતા મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું
  • અમદાવાદ ગીતા મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યુ
  • એસટી સ્ટેન્ડ પર જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
  • એસટી બસોમાં લોકોને ખીચોખીચ બેસાડાયા
  • આવી પરિસ્થિમાં કેવી રીતે ઘટશે સંક્રમણ

ગુજરાતમાં સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે સરકાર પણ હવે હરકતમાં આવી છે. જો કે સરકાર દ્વારા કોઇપણ કડક પગલા ભરવામાં આવે તેનુ પાલન જનતા દ્વારા યોગ્ય રીતે કરવામાં ન આવે તો કોઇ તે તેનો કોઇ અર્થ રહેતો નથી. અમદાવાદની જ વાત કરીએ તો અહી રોજે રોજ કોરોનાનાં કેસો વધી રહ્યા છે. ત્યારે જરૂરી છે કે લોકો સરકારની ગાઇડલાઇનનું પાલન કરે. પરંતુ અહી સવાલ છે કે, શું જનતા દ્વારા પાલન થઇ રહ્યું છે ખરા?

કોરોના બેકાબૂ / દેશમાં કોરોના નવી ઊંચાઈએ ,24 કલાકમાં 43,800 નવા કેસ, એક્ટિવ કેસ 3 લાખને પાર

અમદાવાદનાં ગીતા મંદિર ખાતે આજે માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. અહી એસટી સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સનો પૂરો અભાવ જોવા મળી રહ્યો હતો. ઘણા એવા લોકો પણ દેખાયા હતા કે જેમણે માસ્ક પણ પહેર્યું નહોતુ. અહી દ્રશ્ય ડરાવે તેવુ હતુ. એસટી બસોમાં લોકોને ખીચોખીચ બેસાડાયા હતા. ત્યારે સવાલ તો ઉભો થાય છે કે, શું આવી પરિસ્થિતિમાં કોરોના ઘટશે ખરા? શક્ય તો નથી.

ખુલાસો / મુંબઈના ભૂતપૂર્વ પો.કમિ.પરમવીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર રૂ.100 કરોડ માંગવાનો આરોપ, ઉદ્ધવ સરકારે મોડી રાત્રે આપ્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનાં કેસોમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,500 થી વધુ નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે.  જો કે અહી રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થવાનો દર 90 ટકાથી વધુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ