Not Set/ મોસ્કો/ ગાયના દૂધનું ઉત્પાદન વધારવા માટે આ ઉપાય કરવામાં આવ્યા…

શિયાળામાં ગાયના દૂધ આપવાની ગુણવત્તામાં સુધારો લાવવા માટે, મોસ્કોના કૃષિ મંત્રાલયે તેમને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ આપ્યા. મોસ્કો માં આ ઉપયોગમાં ખરેખર ગાયના દૂધની માત્રા અને ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. આને કારણે, રશિયનો તેમની ગાયોને વર્ચુઅલ રિયાલિટી ગોગલ્સ પહેરાવી રહ્યા છે, જેમાં ગાયને વધુ ઠંડીમાં પણ ગરમીના દિવસ જેવો જ અનુભવ થાય છે. અને તેનાથી […]

World
cow મોસ્કો/ ગાયના દૂધનું ઉત્પાદન વધારવા માટે આ ઉપાય કરવામાં આવ્યા...

શિયાળામાં ગાયના દૂધ આપવાની ગુણવત્તામાં સુધારો લાવવા માટે, મોસ્કોના કૃષિ મંત્રાલયે તેમને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ આપ્યા. મોસ્કો માં આ ઉપયોગમાં ખરેખર ગાયના દૂધની માત્રા અને ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. આને કારણે, રશિયનો તેમની ગાયોને વર્ચુઅલ રિયાલિટી ગોગલ્સ પહેરાવી રહ્યા છે, જેમાં ગાયને વધુ ઠંડીમાં પણ ગરમીના દિવસ જેવો જ અનુભવ થાય છે. અને તેનાથી તેમનો મૂડ સુધરે છે અને તેમને સારી કવોલિટીનું દૂધ મળે છે.

માહિતી અનુસાર, નિષ્ણાતોએ આ પ્રયોગ દરમિયાન ગાયમાં “ઓછી અસ્વસ્થતા” અને “ભાવનાત્મક રીતે સુધારો” કર્યો. ગાય પરનો આ પ્રયોગ મોસ્કોના ઉત્તર પશ્ચિમના એક ફાર્મમાં કરવામાં આવ્યો હતો. આ ગોગલ્સ ગાયના માથાના ભાગે બનાવવામાં આવે છે. આ પ્રયોગના સકારાત્મક પરિણામો પછી, મંત્રાલય હવે તેનો ઉપયોગ રશિયાના તમામ ઘરેલું ડેરી ઉત્પાદન ઉદ્યોગોમાં કરવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, કે, આ પહેલા ગાયને શાંત રાખવા માટે ઘણા જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમેરિકામાં, ગાયને શાંત રાખવા માટે ખેતરોમાં માલિશ કરવામાં આવતી. આ ઉપરાંત, શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ મોસ્કોના પરા વિસ્તારોમાં ગાયને આરામ આપવા માટે કરવામાં આવતો હતો. આ સંશોધન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શિયાળામાં ઠંડીને કારણે ગાયના દૂધની માત્રા અને ગુણવત્તાને અસર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.