રાજકોટ,
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ભાજપનાં હોદ્દેદારોની સમીક્ષા બેઠક યોજાઇ. આગામી ૨૦૧૯માં યોજનારી ચુંટણીને લઈને ધોરાજીનાં ગાંધી વાડી ખાતે ભાજપ દ્વારા રાજકોટ પોરબંદર લોકસભા તેમજ અન્ય જીલ્લાઓ જામનગર જુનાગઢ ગીરસોમનાથ સહીતના જીલ્લાઓની ભાજપનાં હોદ્દેદારો કાર્યકર્તાની ખાસ અગત્યની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ ભાખાભાઈ દલસારીયા મનસુખ માંડવીયા કે સી પટેલ ગોરધન ભાઈ આર સી ફળદુ ડી કે સખીયા જેવાં અનેક આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી રાજકોટ જીલ્લા દ્વારા રાજકોટ પોરબંદર લોકસભાની સીટ જીતવા માટે ચુંટણીનાં પડઘમો વાગે તે પહેલા ૨૦૧૯ ની લોકસભાની ગુજરાતની તમામ સીટ ઉપર ભાજપનો કેશરીયો લહેરાયએ માટે ક્વાયત હાથધરી અને ધોરાજી ખાતે ભાજપ નાં હોદ્દેદારો ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
