કેરળ/ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદના લીધે આ 7 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયા

હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેમાં એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાનો સમાવેશ થાય છે

India
Untitled 219 હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદના લીધે આ 7 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયા

શનિવાર રાતથી કેરળના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદને કારણે શનિવારે કેરળના કેટલાક ભાગોમાં નાની ભૂસ્ખલન થઈ હતી અને ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું કે સોમવારે પણ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ  એ સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદને ધ્યાનમાં રાખીને 6 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

રવિવારે બપોરના સમયે ઓવરફ્લો થઈ રહેલા જળાશયના દબાણને ઘટાડવા માટે ઈડુક્કી બાંધનું એક શટર 40 સેમી પહોળું કરીને ખોલવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે મુલ્લાપેરિયાર બાંધને પણ ખોલવામાં આવે તેવી શક્યતા છે. કેરળમાં ભારે વરસાદ વચ્ચે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે. અરબ સાગરના મધ્ય વિસ્તારમાં દબાણના કારણે એક સિસ્ટમ સક્રિય થઇ છે. જેની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની શક્યતા છે. 15મી નવેમ્બર સુધી ઉત્તરી આંદામાન સાગર અને તેને અડીને આવેલી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર આ સિસ્ટમ વધી શકે છે. જેના કારણે આ સિસ્ટમ 17મી નવેમ્બર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક તોફાનમાં ફેરવાઈ જશે. 18મી નવેમ્બર સુધીમાં તે દક્ષિણ આંધ્ર પ્રદેશ કિનારે પહોંચશે અને વરસાદ પડશે.

હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેમાં એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાનો સમાવેશ થાય છે. આ સિવાય IMDએ પણ 8 જિલ્લામાં મંગળવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD એ રવિવારે કેરળના મધ્ય જિલ્લાઓ એર્નાકુલમ, ઇડુક્કી અને થ્રિસુરમાં દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.