mining mafia/ ખાણ માફિયાઓ બેફામ બન્યા, સરકારી અધિકારીઓની રેકી કરવા લાગ્યા

ભાવનગરમાં ખાણમાફિયાઓ એટલા બેફામ બન્યા છે કે હવે તે સરકારી અધિકારીઓની રેકી કરવા સુધી ઉતરી આવ્યા છે. તેઓ સરકારી અધિકારીઓની રેકી કરીને તેના અંગેની સંવેદનશીલ માહિતી મેળવવા લાગ્યા છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 05 17T142543.830 ખાણ માફિયાઓ બેફામ બન્યા, સરકારી અધિકારીઓની રેકી કરવા લાગ્યા

Bhavnagar News: ભાવનગરમાં ખાણમાફિયાઓ (Mining Mafia) એટલા બેફામ બન્યા છે કે હવે તે સરકારી અધિકારીઓની રેકી કરવા સુધી ઉતરી આવ્યા છે. તેઓ સરકારી અધિકારીઓની રેકી કરીને તેના અંગેની સંવેદનશીલ માહિતી મેળવવા લાગ્યા છે. સરકારી અધિકારીઓનું લોકેશન વાહનોના નંબર, વાહનો ક્યાં, કયા રસ્તે, કયા સ્તળે જાય છે તેની વિગતો ભૂમાફિયાઓ સાથે શેર કરે છે. આમ તેઓએ ટેકનોલોજીના સથવારે તેમનું અનોખું ખબરી નેટવર્ક વિકસાવ્યું છે.

ભાવનગર કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં સિક્યોરિટી ગાર્ડ સાથે ત્રણ શખ્સોને શકમંદ સ્થિતિમાં જોઈ ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ. જાલોંધરા જમવા નીચે ઉતર્યા હતા. તેમણે આ ત્રણેયને બોલાવીને તેમના નામ સરનામા પૂછતા તે ભાગવા લાગ્યા હતા. યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર નામનો એક શખ્સ હાથમાં આવી જતાં તેની પાસેથી આઇફોન મળી આવ્યો હતો. તેને પકડીને પૂછપરછ કરતાં કરતાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જ્યારે ભાગી ગયેલા બે જણા તેનો ભાઈ ક્રિપાલસિંહ વાઢેર અને બીજો નાનુ મલિક ઉર્ફે બાપા સીતારામ હોવાનું જાણવા મળ્યું હતું.

આ શખ્સો પાસેથી જપ્ત કરાયેલા ફોનના નોટિફિકેશન જોતાં ધ ગ્રુપ ઓફ મામા સરકાર, કિસ્મત, જય માં ખોડિયાર, આરટીઓ લોકેશન, જય મોગલ માના નામના આ ગ્રુપોમાં સરકારી અધિકારીઓની માહિતીની આપલે થતી હોવાનું જણાયું હતું.

તેના પછી ખાનગી રાહે તપાસ કરવામાં આવતા ભોજપરા ગામે રહેતો કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ નામનો શખ્સ વોટ્સએપમાં અલગ-અલગ ગ્રુપ બનાવી તેના સાળા યુવરાજસિંહ વાઢેર, ક્રિપાલસિંહ વાઢેર નાનુ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ સરકારી અધિકારીઓ પર બાજનજર રાખતા હતા. તેઓ ફિલ્ડમાં નીકળતા અધિકારીઓના બધા પગલાંનો ટ્રેક રાખી તેની મેસેજો દ્વારા આપલે કરતા હતા. તેઓ નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ ઇન્સ્પેક્ટર, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની પણ જાસૂસી કરતા હતા. આ બધા સામે ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આઇપીસીની કલમ 186,120 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીએસઆઈ એમ.જે. કુરેશીએ તપાસ હાથ ધરી છે અને પૂછપરછ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AMTSને બસોમાં સપ્લાયમાં વિલંબ, સપ્લાયરો સામે આકરા પગલાંની માંગ

આ પણ વાંચો: RTOમાં ફરી સારથિ સર્વરના ધાંધિયા, બે દિવસ માટે લાઇસન્સની કામગીરી બંધ

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં