Gadjets/ FAU-G ગેમે લોન્ચ પહેલા કર્યો ચમત્કાર, લાખોમાં પ્રી-રજીસ્ટ્રેશનની સંખ્યા

FAU-G ગેમની પ્રી-રજીસ્ટ્રેશન નવેમ્બરનાં અંતમાં શરૂ થઈ હતી. આ એક મલ્ટી-પ્લેયર ગેમ છે…

Tech & Auto
Untitled 53 FAU-G ગેમે લોન્ચ પહેલા કર્યો ચમત્કાર, લાખોમાં પ્રી-રજીસ્ટ્રેશનની સંખ્યા

FAU-G ગેમની પ્રી-રજીસ્ટ્રેશન નવેમ્બરનાં અંતમાં શરૂ થઈ હતી. આ એક મલ્ટી-પ્લેયર ગેમ છે. ભારતમાં લોકપ્રિય રમત Pubg મોબાઇલ પર પ્રતિબંધ મૂકાયા પછી તુરંત જ ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે FAU-G ગેમની ઘોષણા કરી હતી. હાલમાં રમતની પ્રી-રજીસ્ટ્રેશન ફક્ત ઉચ્ચ અને મધ્યમ-અંતરનાં Android ફોન્સ સુધી મર્યાદિત છે. આઇફોન યુઝર્સ માટે ટૂંક સમયમાં તેને લોન્ચ કરવામાં આવશે.

Untitled 54 FAU-G ગેમે લોન્ચ પહેલા કર્યો ચમત્કાર, લાખોમાં પ્રી-રજીસ્ટ્રેશનની સંખ્યા

24 કલાકમાં જ મળી ગયા 10 લાખ પ્રી-રજીસ્ટ્રેશન

આપને જણાવી દઈએ કે, FAU-G ગેમને પ્રથમ 24 કલાકમાં 10 લાખ પ્રી-રજીસ્ટ્રેશન મળ્યા હતા. જોકે, 40 લાખનાં આંકને પાર કરવામાં દોઢ મહિના કરતાં વધુ સમય લાગ્યો છે. nCore Games નાં સહ-સ્થાપક અને અધ્યક્ષ વિશાલ ગોંડલે કહ્યું કે, ‘આ રમતનાં લોન્ચ સુધી અમે 50 લાખને પાર પહોંચી જઇશું. મને નથી લાગતું કે ભારતની કોઈ પણ રમતમાં આટલી મોટી સંખ્યામાં પૂર્વ નોંધણીઓ મળી હશે.’

Untitled 55 FAU-G ગેમે લોન્ચ પહેલા કર્યો ચમત્કાર, લાખોમાં પ્રી-રજીસ્ટ્રેશનની સંખ્યા

કેવી હશે ગેમ

આ એક થર્ડ પર્સનની શૂટિંગ ગેમ છે, જે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર ઉપલબ્ધ હશે. FAU-G રમત ભારતીય સુરક્ષા કર્મચારીઓ સાથેની સાચી ઘટનાઓ પર આધારિત હોઈ શકે છે. આમા ગલવાન વેલીનો એક લેવલ પણ શામેલ કરવામાં આવ્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ રમતનું વર્ણન કરવામાં આવ્યું છે કે, “ભારતની ઉત્તરીય સરહદની શિખરો પર કુશળ સેનાનીઓનું એક જૂથ દેશનાં ગૌરવ અને સાર્વભૌમત્વનો બચાવ કરે છે.” આ ટાસ્ક સૌથી સાહસી: ધ ફિયરલેસ અને યુનાઇટેડ ગાર્ડ્સ FAU-G માટે આ એક ખૂબ જ મુશ્કેલીથી ભરેલુ કામ છે”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો