OMG!/ પોલીસ સ્ટેશનની બહારથી જ 3 લાખ રૂપિયા લઈને ફરાર થયો વાંદરો, પછી થયું આવું..

બાઈક ઉપર રહેલ બેગ વાંદરાએ જોઈ અને તેને કાઢીને ફરાર થયો હતો. વાંદરાની આ કરતૂતને પોલીસ સ્ટેશનની બહાર તૈનાત હોમગાર્ડ વિકાસ અગ્નિહોત્રી…

India
પોલીસ સ્ટેશનની

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક અજીબો ગરીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક વાંદરાએ એક નહીં બે અહીં પરંતુ ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને એક ઝાડ પર ચઢી ગયો હતો જે બાદ ભારે હંગામો મચાવ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે વાંદરાને પોલીસ સ્ટેશન આવેલા વ્યક્તિની બાઇકમાં બેગ મળી. આ બેગમાં ત્રણ લાખ રૂપિયા રાખવામાં આવ્યા હતા, જે બાદ વાંદરો બેગ લઇ ગયો હતો.

આ પણ વાંચો :PM મોદી એ ‘સદૈવ અટલ’ સમાધિ ખાતે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

આ ઘટના હરદોઈના એક પોલીસ સ્ટેશનની છે. એક અહેવાલ મુજબ, હરદોઈનો એક વ્યક્તિ કોઈ કામ માટે બાઈકમાં ત્રણ લાખ રૂપિયાની બેગ લઈને જી રહ્યો હતો. દરમિયાન રસ્તામાં તેણે પોલીસ સ્ટેશનની બહાર બાઇક રોકીને કોઇને મળવા ગયો હતો.પોલીસ સ્ટેશન બહાર બાઈક ઉભી કરીને તે અંદર જતા રહ્યા હતા. આ દરમિયાન બાઈક ઉપર રહેલ બેગ વાંદરાએ જોઈ અને તેને કાઢીને ફરાર થયો હતો. વાંદરાની આ કરતૂતને પોલીસ સ્ટેશન ઉપર તૈનાત હોમગાર્ડ વિકાસ અગ્નિહોત્રી અને અખિલેન્દ્ર અગ્નિહોત્રીએ જોઈ હતી. અને બંનેએ તરત વાંદરાનો પીછો કરવા લાગ્યા હતા. ઘણા સમય સુધી વાંદરો બંને હોમગાર્ડને દોડાવતો રહ્યો હતો. પરંતુ અંતે બંને હોમગાર્ડે જેમતેમ કરીને વાંદરાના હાથમાંથી થેલો છીનવી લેવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો :ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની નાકથી આપી શકાય તેવી પરીક્ષણ માટે રેગ્યુલેટરની મંજૂરી મળી

a 224 પોલીસ સ્ટેશનની બહારથી જ 3 લાખ રૂપિયા લઈને ફરાર થયો વાંદરો, પછી થયું આવું..

મળતી માહિતી મુજબ જે વ્યક્તિની બાઇકમાંથી વાંદરાએ આ પૈસા કા્યા તે વ્યક્તિનું નામ બબલુ છે. તેણે બાઇક પાર્ક કરી હતી ત્યારે અચાનક વાંદરો તેને લઇ ગયો. બે પોલીસકર્મીઓએ વાંદરાને પકડ્યો, તેમના નામ વિકાસ અગ્નિહોત્રી અને અખિલેન્દ્ર અગ્નિહોત્રી છે. બંનેએ મહેનત બાદ વાંદરાઓ પાસેથી પૈસાની થેલી છીનવી લીધી.

આ પણ વાંચો :માત્ર વિપક્ષી એકતાથી દેશને મજબૂત વિકલ્પ મળશે ખરો ?

વાંદરા પાસેથી પકડાયેલા પૈસા લઈને બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ પછી બબલુ પણ ત્યાં પહોંચી ગયો. પૈસા તે વ્યક્તિને પરત કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટેશનના વડા વીરેન્દ્ર સિંહ તોમરની હાજરીમાં તેમને પૈસા સોંપવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં લોકો આ ઘટનાની ચર્ચા કરી રહ્યા છે અને બંને પોલીસકર્મીઓના વખાણ પણ કરી રહ્યા છે.

a 225 પોલીસ સ્ટેશનની બહારથી જ 3 લાખ રૂપિયા લઈને ફરાર થયો વાંદરો, પછી થયું આવું..

આ પણ વાંચો :જો ચીન પર નિર્ભરતા વધશે તો આપણે તેની સામે નમવું પડશે : RSSના વડા મોહન ભાગવત

હોમગાર્ડે વાંદરા પાસેથી છીનવેલો થેલો જોયો તો તેની ત્રણ લાખ રૂપિયાના નોટોના બંડલો હતો. ત્યારબાદ હોમગાર્ડે રૂપિયા ભરેલો થેલો મૂળ માલિકને પરત આપી દીધો હતો. હોમગાર્ડ્સના પોતાના કામ પ્રત્યે ઇમાનદારીને લઈને દરેક તેમના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહી હોયઃ AIIMS ડિરેક્ટર