બોલિવૂડ/ જે રાક્ષસો મારો રિપોર્ટ જોવા માંગતા હતા, તે હવે જોઇ લેઃ કંગના રનૌત

બોલિવૂડની બેબાક એટ્રેસ કહેવાતી કંગના રનૌતે તાજેતરમાં કોરોનાને હરાવ્યો છે. તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેણે તેનાથી સંબંધિત એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Entertainment
તાઉતે વાવાઝોડું 39 જે રાક્ષસો મારો રિપોર્ટ જોવા માંગતા હતા, તે હવે જોઇ લેઃ કંગના રનૌત

બોલિવૂડની બેબાક એટ્રેસ કહેવાતી કંગના રનૌતે તાજેતરમાં કોરોનાને હરાવ્યો છે. તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેણે તેનાથી સંબંધિત એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના પર, ઘણા લોકોએ કોવિડ નેગેટિવ હોવાનો પુરાવો માંગ્યો હતો. તેણે કહ્યું કે કંગના ખોટું બોલી રહી છે. હવે કંગનાએ તેના રિપોર્ટનો ફોટો ક્લિક કરી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.ડ

મુંબઇ જલમગ્ન / વાવાઝોડાથી અમિતાભ બચ્ચનની ઓફિસ `જનક` માં ભરાયું પાણી, થયુ ભારે નુકસાન

કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનો પુરાવા માંગનારાઓને કંગનાએ આકરો જવાબ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાનો રિપોર્ટ શેર કરતી વખતે તેણે લખ્યું, તમામ રાક્ષસો જેઓ મારો રિપોર્ટ માંગી રહ્યા હતા, કારણ કે તેઓ દુનિયાને તેવી જ રીતે જુએ છે, તેમના માટે આ રહી રિપોર્ટ… એક રામ ભક્ત ક્યારેય જૂઠ્ઠું બોલે નહીં… શ્રી રામ.

kangana ranaut instagram

બોલિવૂડ / કોરોના મુક્ત થઈ કંગના, નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પોસ્ટ શેર કરી, ચાહકોનો ધન્યવાદ માન્યો

કંગના રનૌતે 8 મેનાં રોજ પોસ્ટ કર્યું હતું કે, તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 18 મેનાં રોજ કંગનાએ તેની કોરોના નેગેટિવ હોવાનું જણાવ્યું હતું. પહેલી પોસ્ટમાં, તેણીએ લખ્યું હતું કે તેણીએ કોરોનાને કેવી રીતે પરાજિત કર્યો હતો તેના પર ઘણું કહેવા માંગે છે, પરંતુ તે કહેશે નહીં. ત્યારબાદ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં, તેણે કોરોના દરમિયાન શું કર્યું હતું તે જણાવ્યું હતું. કંગનાનાં આ વીડિયો પર તેને ટ્રોલ કરવામાં આવી. લોકોને કંગનાનાં વીડિયો પર કોમેન્ટ્સમાં રિપોર્ટ બતાવવા કહેવામાં આવ્યું હતું. ભૂતકાળમાં કંગનાનું ટ્વિટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે.

kalmukho str 15 જે રાક્ષસો મારો રિપોર્ટ જોવા માંગતા હતા, તે હવે જોઇ લેઃ કંગના રનૌત