Not Set/ પ્રસુતાએ શરીરની બહાર ધબકતા હૃદય સાથે નવજાત શિશુને જન્મ આપ્યો

મોટાભાગે ખોડખાપણ વાળા કે વધારે અંગવાળા બાળકો જન્મતા હોય તે કિસ્સાઓ જોવા, વાંચવામાં આવે છે. પરંતુ આ નવજાત કંઈક અલગ જ ખોટ સાથે જન્મ્યું છે

Gujarat Others
Untitled 417 પ્રસુતાએ શરીરની બહાર ધબકતા હૃદય સાથે નવજાત શિશુને જન્મ આપ્યો

આજના  યુગમાં માણસ બધુ જ કરી શકે છે પરંતુ વ્યક્તિનો જન્મ અને મરણની ડોર ઈશ્વરે આજે પણ એના હાથમાં રાખી છે. આપણી આસપાસ ઘણી-બધી ઘટનાઓ એવી ઘટતી હોય છે જેને આપણે કુદરતની કરામત કહીયે છીએ.આવી જ એક ઘટના સાબરકાંઠાના ઈડર ચિત્રોડી ગામે બની છે. એક પ્રસુતાએ શરીરની બહાર ધબકતા હૃદય સાથે નવજાત શિશુને જન્મ આપ્યો હતો. સાબરકાંઠાના ઈડર ચિત્રોડા વસાહતમાં આવા બાળકનો જન્મ થતા સૌ કોઈ અચંબિત છે.

દેવીપુજક પ્રસુતાએ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. નવજાત શિશુનું હૃદય શરીર બહાર ધબકી રહ્યું હોય જેથી હોસ્પિટલનો સ્ટાફ પણ ચિંતામાં મૂકાયો છે. હાલ આ નવજાત બાળકની હાલત સામાન્ય છે. જો કે પરિવારજનોએ બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ ખસેડયું છે. બહાર ધબકતા હૃદય સાથે બાળકને સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયું છે.

મોટાભાગે ખોડખાપણ વાળા કે વધારે અંગવાળા બાળકો જન્મતા હોય તે કિસ્સાઓ જોવા, વાંચવામાં આવે છે. પરંતુ આ નવજાત કંઈક અલગ જ ખોટ સાથે જન્મ્યું છે. નવજાતના શરીર બહાર હૃદય ધબકતું હોય તેવો વિડિયો પણ વાયરલ થયો છે. વિડિયોમાં દેખીતી રીતે સાજે સાજા બાળકના શરીરની બહાર હૃદય ધબકી રહ્યું છે. શરીરની અંદરનું અંગ હૃદય બહાર જોવા મળતા લોકોમાં પણ કૌતુક સર્જાયું છે.

આવા બાળકોના ભાગ્યે જ જન્મ થતા હોય છે. હિંમતનાગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત આવા બાળકનો જન્મ થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હવે આ બાળકની હાલત સામાન્ય છે તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યું છે