Not Set/ માતા 4 વર્ષની દીકરીના ભરોસે મુકીને ગઈ 2 વર્ષના દીકરાને, પછી જે થયું …

માતાએ જણાવ્યું કે, હું 4 વર્ષની દીકરીના ભરોસે 2 વર્ષના પ્રિન્સને છોડીને માર્કેટમાં સામાન લેવા માટે ગઈ હતી. પાછા ફરતી વખતે પડોશીએ જણાવ્યું કે, બહેને ભાઈને બોટલમાંથી એસિડ કાઢીને પીવડાવી દીધું છે.

Gujarat Surat
પાંડેસરામાં

ક્યારે ક્યારે નાના બાળકો એવી હરકતો કરી બેસે છે જેનું પરિણામ તમે વિચાર્યું પણ ન હોય તેવું આવે છે. હાલ ગુજરાતના સુરતના દિનપ્રતિ દિન ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. અને બાળકો દ્વારા એવી એવી હરકતો કરવામાં આવી રહી છે. જેના કારણે માતા-પિતાને ઘણી મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલ આવી એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના પાંડેસરામાં એક ચાર વર્ષની બહેને તેના બે વર્ષના નાના ભાઈને રમતાં-રમતાં એસિડ પીવડાવી દીધું હોવાનું સામે આવ્યું છે. જે બાદ માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા તાત્કાલિક બાળકોના નિષ્ણાત તબીબોને કેસ રીફર કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ધંધુકા નજીક ST બસ સાથે તુફાન અથડાતા નાના બાળકો સહિત 35 મુસાફરો ઘાયલ

સિવિલ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ બનાવ બાદ માતા પોતે માસુમ બાળકને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લવાતા તાત્કાલિક બાળકોના નિષ્ણાત  તબીબોને કેસ રીફર કરી દેવાયો હતો. આ મામલે માતાએ જણાવ્યું કે, હું 4 વર્ષની દીકરીના ભરોસે 2 વર્ષના પ્રિન્સને છોડીને માર્કેટમાં સામાન લેવા માટે ગઈ હતી. પાછા ફરતી વખતે પડોશીએ જણાવ્યું કે, બહેને ભાઈને બોટલમાંથી એસિડ કાઢીને પીવડાવી દીધું છે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયાં હતાં. કઈ સમજ પડતી ન હતી.

આ પણ વાંચો :અંગ્રેજોને સલામ કરનારા વાતો કરે છે ગાંધી ટોપીની : ગુજરાત કોંગ્રેસ

પાડોશીઓએ એમ્બ્યુલન્સને કોલ કરતા સિવિલ આવ્યાં હતાં. હાલમાં મોટા નિષ્ણાત તબીબો પાસે લઈ જવાનું કહેવામાં આવ્યું છે. તેઓ બિહારના રહેવાસી છે તેમજ છેલ્લા 3 વર્ષથી સુરતમાં રહે છે. પતિ કાપડ બજારમાં મજૂરી કામ કરે છે. ઘટનાની જાણ થતાંની સાથે જ એમ્બ્યુલન્સ પાંડેસરા-1 લોકેશન ની ગાડી આવી ગઈ હતી.

આ પણ વાંચો :રાજય માં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો 19 નોંધાયા

ડો. નિશા ચંદ્રા એ જણાવ્યું હતું કે, માતા જ કહે છે કે ભાઈને બહેને એસિડ પીવડાવી દીધું છે. જો આવું હોય તો ચોક્કસ બાળકની સ્વર પેટી અને અન્ન નળીને નુકશાન થઈ શકે છે. જોકે હાલ બાળકને બાળ નિષ્ણાત તબીબો પાસે રીફર કરાયું છે. હાલ બાળક ભાનમાં છે છતાં એક્સપર્ટ અભિપ્રાય વગર કશું પણ કહી શકાય નહીં. જાણવા મળ્યું છે કે તેઓ બિહારના રહેવાસી છે અને 3 વર્ષથી સુરતમાં રહે છે. પતિ કાપડ માર્કેટમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચો :જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ , શરદી,ઉધરસના કેસમાં નોધપાત્ર વધારો

આ પણ વાંચો :ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે ચૂંટણી