રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર સાબિત કરી બતાવ્યુ કે તેઓ લીગની સૌથી સફળ આઇપીએલ ટીમ શા માટે છે. શનિવારે તોફાની બેટ્સમેન કિરોન પોલાર્ડની અણનમ 87 રનની વિસ્ફોટક ઇનિંગનાં કારણે ટીમે ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વિકેટે પરાજિત કરી હતી.
Kieron Pollard wins the Man of the Match award for his stupendous knock of 87* off just 34 deliveries.
Take a bow, Polly 👏👏#VIVOIPL #MIvCSK pic.twitter.com/puSx7iXS3p
— IndianPremierLeague (@IPL) May 1, 2021
ચેન્નાઇએ ઓપનર ફાફ ડુ પ્લેસીસ, મોઇન અલી અને અંબાતી રાયડુની શાનદાર અડધી સદી સાથે 20 ઓવરમાં ચાર વિકેટે 218 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો, પરંતુ પોલાર્ડે મુંબઈને 34 બોલમાં છ ચોક્કા અને આઠ છક્કાની મદદથી અણનમ 87 રન ફટકાર્યા હતા. મેચ બાદ ચેન્નાઈનાં કેપ્ટન એમએસ ધોનીએ ટીમની હારનું કારણ જણાવ્યું હતુ. મેચ બાદ વાત કરતાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નબળી ફીલ્ડિંગને હારનું કારણ ગણાવ્યું હતું. તેણે કહ્યું કે, અમારી ફિલ્ડિંગ બોલિંગ કરતા ખરાબ હતી. અમે મહત્વપૂર્ણ સમયે કેચ છોડ્યા. બોલરો પણ ઘણી વખત પ્લાન પ્રમાણે કામ કરવામાં નિષ્ફળ ગયા. તેમણે ઘણા ખરાબ બોલિંગ કરી. તેણે કહ્યું કે, જ્યારે પ્લાન લાગુ કરવાનો સમય આવ્યો ત્યારે અમે ભટકી ગયા. જ્યારે ક્રિઝ પર સારા બેટ્સમેન હતા જેણે મોટા શોટ ફટકાર્યા હતા, તે સમયે અમારે અમારા પ્લાનને સારી રીતે અમલમાં મૂકવાની જરૂર હતી, પરંતુ આવું થઈ શક્યું નહીં. આવી ટૂર્નામેન્ટમાં, તમે જીતો છો, તો ઘણી નજીકની મેચો હારી પણ જાવ છો.
https://twitter.com/IPL/status/1388555827179507713?s=20
રાયડુએ આ મેચમાં ચેન્નાઈની ઇનિંગ દરમિયાન માત્ર 20 બોલમાં 20 મી અડધી સદી પૂરી કર્યા બાદ તેણે 27 બોલમાં અણનમ 72 રન બનાવ્યા, જેમા ચાર ચોક્કા અને સાત છક્કા ફટકાર્યા હતા. તેણે રવિન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 102 રનની ભાગીદારી પણ કરી હતી. આ સાથે, ચેન્નઈની ટીમે 2008 પછી પહેલી વખત મુંબઇ સામે 200 થી વધુનો સ્કોર બનાવ્યો હતો. મોટા લક્ષ્યનો પીછો કરતાં, કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડિકોકે 71 રનની શાનદાર શરૂઆત કરી હતી. આ પછી ચેન્નાઈએ 10 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
READ: @KieronPollard55 played a majestic knock of 87* off 34 deliveries and helped @mipaltan chase down a mammoth target in a high-scoring last-ball thriller against #CSK #VIVOIPL #MIvCSK
More on the game 👇https://t.co/1qQhxKCDDu
— IndianPremierLeague (@IPL) May 1, 2021
81 રનમાં ત્રણ વિકેટ પડ્યા પછી કિરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યાએ ચેન્નાઈની બોલિંગને જવાબ આપવાની શરૂઆતી કરી અને ચાર સિક્સર ફટકારી. પોલાર્ડે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને આ સિઝનની સૌથી ઝડપી અડધીસદીનો રેકોર્ડ બનાવ્યો. પોલાર્ડે આ સમયગાળા દરમિયાન છ ગગનચુંબી છક્કા ફટકાર્યા હતા. મુંબઈનાં 170 નાં સ્કોર પર ચેન્નાઈને ચોથી સફળતા મળી હતી, જ્યારે સેમ કરને કૃણાલ પંડ્યાને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. કૃણાલે 23 બોલમાં 32 રન બનાવ્યા જેમા બે ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. તેના ભાઈ હાર્દિક પંડ્યાએ પણ 7 બોલમાં 2 સિક્સરની મદદથી 16 રનની ઝડપી ઇનિંગ રમી હતી.

