Gujarat/ મતદારયાદીમાંથી મૃત્યુકેસમાં જ નામ થશે કમી, કોર્પો. સહિતની ચૂંટણીમાં વિવાદ ટાળવા નિર્ણય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ફેબ્રુઆરી અંતમાં યોજાશે. દરમિયાન પ્રત્યેક મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઇપણ અવરોધ આવે નહીં…

Gujarat Others
Untitled 70 મતદારયાદીમાંથી મૃત્યુકેસમાં જ નામ થશે કમી, કોર્પો. સહિતની ચૂંટણીમાં વિવાદ ટાળવા નિર્ણય

@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ – અમદાવાદ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ફેબ્રુઆરી અંતમાં યોજાશે. દરમિયાન પ્રત્યેક મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઇપણ અવરોધ આવે નહીં તે હેતુ આ વખતે હાલ પૂરતું માત્ર મતદારના મૃત્યુના કેસમાં જ મતદારનું નામ કમી કરાશે. આ સિવાયના કોઇપણ કારણથી મતદારનું નામ કમી નહીં કરવાનો નિર્ણય રાજ્ય ચૂંટણીપંચે કર્યો છે.

ગુજરાતમાં 6 મનપા , 80 નગરપાલિકા , 231 તાલુકાપંચાયત અને 31 જિલ્લાપંચાયતની કોરોના ગ્રહણના કારણે વિલંબમાં પડેલી ચૂંટણી ફેબ્રુઆરી અંતમાં યોજાશે. દરમિયાન કોઇપણ નોંધાયેલાં મતદારને મતાધિકારનો હક મળી રહે અને કોઇ મુશ્કેલી પડે નહીં તે હેતુ રાજ્યચૂંટણીપંચે આ વખતે માત્ર ને માત્ર મતદારના મૃત્યુ નિપજ્યાના કેસમાં મતદારયાદીમાંથી નામ કમી કરવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી પંચે કર્યો છે. મૃત્યુ સિવાયના કોઇપણ કેસમાં મતદારયાદીમાંથી મતદારનું નામ કમી થશે. નહીં. કોઇ મતદારો અન્યત્ર રહેવા ગયા હોય અને અરજી કરીને નવું સરનામું યાદીમાં છે તો પણ તે મતદારનું નામ હાલ પૂરતું જૂના સરનામાની યાદીમાંથી રદ્ કરવામાં આવશે નહીં. પરંતુ આ મતદારોએ જૂના સરનામાના સ્થાને નવા સરનામા મુજબના મતદાન મથકે મતાધિકારનો ઉપયોગ કરવાનો રહેશે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારોના નામ મતદારયાદીમાંથી મોટીસંખ્યામાં ગાયબ થઇ જવાના અને તેના કારણે મતાધિકારનો ઉપયોગ નહીં કરવાના અનેક બનાવો બહાર આવ્યા હતા એટલું જ નહીં આ મુદ્દે વિવાદ પણ થયો હતો.

જેમાં ચૂંટણી માટે દાવેદારી કરનારા અનેક મતદારોના નામ ગાલબ થતાં મોટીસંખ્યામાં મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નહીં અને આ અંગે રાજ્યચૂંટણીપંચ સુધી રજૂઆત થઇ હતી. આ પરિસ્થિતિને નિવારવા અને મતાધિકારનો ઉપયોગ દરેક મતદાર સરળતાથી કરી શકે તે હેતુથી હાલ કોર્પોરેશન.નગરપાલિકા, જિલ્લા અને તાલુકાપંચાયતની ચૂંટણીમાં મૃત્યુ સિવાયના કેસમાં મતદારયાદીમાંથી કોઇપણ મતદારનું નામ કમી થશે નહીં. પરિણામે દરેક નાગરિક સાચઅર્થમાં મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકશે..અને અગાઉની ચૂંટણીમાં સર્જાયેલાં વિવાદ છેડાય જ નહીં તેના ભાગરૂપે પાણી પહેલાં પાળ બાંધવા મતદારોના હિતમાં આ નિર્ણય રાજ્ય ચૂંટણીપંચે કર્યો છે.

Ahmedabad: યુનિવર્સીટી જનરલ સેનેટની મુદ્દત પૂર્ણ પરંતુ ચૂંટણીમાં અસમનજસ

Drugs Racket / NCB એ શ્રીલંકાનાં બે નાગરિકોની 1 હજાર કરોડની હેરોઇન સાથે કરી ધરપકડ

Ahmedabad: જમાલપુરમાં હિંસક મારામારી, ચાર વ્યક્તિને ઇજા, અનેક વાહનોમાં થઇ તોડફોડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો