Not Set/ દિલ્હીમાં આજથી નવી એક્સાઇઝ પોલિસી લાગુ,આ શરતોનું પાલન કરવું પડશે

આ નવી વ્યવસ્થાના પ્રથમ દિવસે રાજધાનીમાં દારૂની ઉપલબ્ધતા પર થોડી અસર જોવા મળી શકે છે. આજે માત્ર 250-300 ખાનગી દુકાનો ખુલે તેવી શક્યતા છે

Top Stories India
Untitled 268 દિલ્હીમાં આજથી નવી એક્સાઇઝ પોલિસી લાગુ,આ શરતોનું પાલન કરવું પડશે

રાજધાની  દિલ્હીમાં  આજ થી એક્સાઈઝનીતિ લાગુ કરવામાં આવી છે. . દેશની રાજધાનીમાં આજથી લાગુ થનારી નવી એક્સાઈઝ નીતિમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે ખાનગી હાથમાં જશે.જેમાં દિલ્હીમાં લગભગ 850 ખાનગી દારૂ વેચાણ કેન્દ્રો કાર્યરત થશે જ્યાંથી લોકો તેમની પસંદગીનો દારૂ ખરીદી શકશે. આજથી જ આ ખાનગી દારૂ વેચાણ કેન્દ્રો કાર્યરત થઈ જશે.

આ પણ વાંચો ;સુરેન્દ્રનગર /  લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણના પાટીયા નજીક અકસ્માત સર્જાતા એક મહિલાનુ ઘટના સ્થળે મોત નિપજયું

આ નવી વ્યવસ્થાના પ્રથમ દિવસે રાજધાનીમાં દારૂની ઉપલબ્ધતા પર થોડી અસર જોવા મળી શકે છે. આજે માત્ર 250-300 ખાનગી દુકાનો ખુલે તેવી શક્યતા છે. જૂની દારૂની દુકાનોથી વિપરીત જ્યાં ગ્રાહકોને શેરીઓમાં ઉભા રહેવું પડતું હતું અને તેમને નાની બારીમાંથી દારૂ વેચવામાં આવતો હતો, નવી ખાનગી દારૂની દુકાનો વૉક-ઇન હશે.આબકારી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દિલ્હીમાં દારૂની નવી દુકાનો સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. એરપોર્ટ પરની દુકાનો દિવસભર ખુલી શકે છે.

આ પણ  વાંચો ;ગાંધીનગર /  CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર કરવામાં આવી શકે ચર્ચા

 અન્ય સામાન્ય વિક્રેતાઓ કરતાં લાયસન્સ માટે 2.5 ગણી વધુ ચૂકવણી કરે છે. તેઓ માત્ર રૂ. 200 થી વધુ કિંમતની બીયર અને વ્હિસ્કી, જિન, વોડકા જેવી સ્પિરિટ વેચી શકે છે જેની કિંમત રૂ. 1,000 થી વધુ છે. તેઓએ સ્ટોરમાં વાઇન સહિત ઓછામાં ઓછી 50 આયાતી દારૂની બ્રાન્ડનો સ્ટોક કરવાનો રહેશે.