Covid-19/ વિશ્વમાં કોરોનાનાં કેસનો આંક 23.95 કરોડને પાર, ભારતમાં કંટ્રોલમાં દેખાયા કેસ

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 23.95 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ 48.8 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 6.57 અબજ લોકોને રસી આપવામાં આવી છે.

Top Stories Trending
coronavirus

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 23.95 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ 48.8 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 6.57 અબજ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 239,573,207, 4,881,197 અને 6,575,970,837 છે.

આ પણ વાંચો – તાલિબાની કહેર / 100 અફઘાન મહિલા ફૂટબોલ ખેલાડીઓએ તાલિબાનથી બચવા છોડ્યો દેશ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

CSSE નાં જણાવ્યા મુજબ, દુનિયાનાં સૌથી વધુ કોરોનાનાં કેસ અને મોત  44,766,965 અને 721,562 ની સાથે અમેરિકા સૌથી પ્રભાવિત દેશ છે. કોરોના સંક્રમણની બાબતમાં ભારત 34,020,730 કેસ સાથે બીજા ક્રમે છે. CSSE નાં ડેટા અનુસાર, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (21,612,237), યુકે (8,356,596), રશિયા (7,773,388), તુર્કી (7,570,902), ફ્રાન્સ (7,174,580), ઈરાન (5,754,047), આર્જેન્ટિના (5,270,003), સ્પેન (4,980,206), કોલંબિયા (4,977,043), ઇટાલી (4,709,753), જર્મની (4,355,169), ઈન્ડોનેશિયા (4,232,099) અને મેક્સિકો (3,738,749) છે. જે દેશોએ 1,00,000 થી વધુનાં મોતનો આંકડો પાર કર્યો છે તેમા બ્રાઝિલ (602,099), ભારત (451,435), મેક્સિકો (283,193), રશિયા (216,403), પેરુ (199,746), ઈન્ડોનેશિયા (142,848), યુકે (138,647), ઇટલી (131,461), કોલંબિયા (126,759), ઈરાન (123,498), ફ્રાન્સ (118,111) અને આર્જેન્ટિના (115,633) સામેલ છે.

ભારતમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

તહેવારોની મોસમ વચ્ચે કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 350 થી વધુ લોકોએ આ વાયરસનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. શુક્રવારે ડેટા જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોના વાયરસનાં 16862 નવા દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે 379 લોકોનાં મોત થયા છે. તેના એક દિવસ પહેલા, ગુરુવારે, કોરોના વાયરસનાં નવા કેસ 18987 હતા અને મૃતકોની સંખ્યા 246 હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા ડેટા બાદ દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસો વધીને 3,40,37,592 અને મૃત્યુઆંક વધીને 4,51,814 થયો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, એક્ટિવ કેસોની સંખ્યા 2,03,678 છે. છેલ્લા 24 કલાકમાં 19,391 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,33,82,100 દર્દીઓ ઠીક થઈને તેમના ઘરે પહોંચી ગયા છે. કોરોના સંક્રમણને રોકવા માટે, સરકાર રસીકરણ પર ભાર આપી રહી છે. રસીકરણનો આંકડો 97 કરોડને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં, રસીનાં 30,26,483 ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. વળી, રસીકરણનો આંકડો અત્યાર સુધી 97,14,38,553 પર પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 14 ઓક્ટોબર સુધી કુલ 58,88,44,673 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. વળી, 14 ઓક્ટોબરે, 11,80,148 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.