Surat/ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં જોવા મળી રહ્યો છે વધારો

કોરોના મહામારી વચ્ચે હવે ધીમે ધીમે બધુ ટ્રેક પર આવી રહ્યુ છે. ત્યારે દેશનાં અલગ-અળલગ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

Breaking News
sss 13 એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં જોવા મળી રહ્યો છે વધારો

કોરોના મહામારી વચ્ચે હવે ધીમે ધીમે બધુ ટ્રેક પર આવી રહ્યુ છે. ત્યારે દેશનાં અલગ-અલગ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં સુરત એરપોર્ટ પરથી પણ આવા જ સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતનાં સુરત એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, ઓક્ટોબર માસમાં 57,642 પેસેન્જરો નોંધાયા હતા, તો વળી સપ્ટેમ્બરમાં 44,841 પેસેન્જરોએ પ્રવાસ કર્યો હતો. કોરોના મહામારીને લઇે એરપોર્ટ પરથી ફ્લાઇટની ઉડાનો બંધ કરી દેવામાં આવી હતી. દેશમાં હવે કોરોના હળવો થતા તબક્કાવાર ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે.