Not Set/ આ રીતે ઘરે બનાવોશો મટર કોફતા, તો આંગળા ચાટવા લાગશે ખાવાવાળા

પહેલા તો તમે એક વાટકી લો તેમાં પીસેલા વટાણા, ચણાનો લોટ, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, થોડું મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે આ તૈયાર મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવો અને બાજુમાં મૂકી રાખો.

Food Lifestyle
a 11 આ રીતે ઘરે બનાવોશો મટર કોફતા, તો આંગળા ચાટવા લાગશે ખાવાવાળા
મટર કોફતા નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે.  આવામાં કોરોના મહામારી વચ્ચે મટર કોફતા બહારથી લાવીને ખાવા એના કરતા બેટર છે કે તમે ઘરે જ બનાવીને ખાવ. આજે અમે તમને મટર કોફતાની રેસીપી જણાવી જઈ રહ્યા છીએ. જે બાળકોથી લઈને ઘરના વડીલો પણ ખાઈને ખુશ થઇ જશે તો આવો જાણીએ રેસીપી….

સામગ્રી 

3થી 4 કપ લીલા વટાણા (બાફીને મેશ કરેલા)

3-4 ચમચી ચણાનો લોટ

આદું-લસણની પેસ્ટ અઢી ચમચી

2 ચમચી લાલ મરચું

1 ચમચી લીંબુનો રસ

અડધી ચમચી જીરું પાવડર

1 ચમચી ધાણા જીરું

2 ચમચી હળદર પાવડર

1 ચમચી ગરમ મસાલો

1 કપ તેલ

સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત

પહેલા તો તમે એક વાટકી લો તેમાં પીસેલા વટાણા, ચણાનો લોટ, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, થોડું મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે આ તૈયાર મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવો અને બાજુમાં મૂકી રાખો.

હવે એક ફ્રાઇંગ પેન લો. તેમાં 3/4 કપ તેલ નાંખો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આ તૈયાર વટણાના ગોળા તળી લો.

Matar (Peas) Kofta | Recipe4Kitchen

આ પણ વાંચો :Recipes / ટેસ્ટી અને મસાલેદાર અળુની ભાજી, આજે તમારા ઘરે બનાવો…

ત્યારબાદ આ જ પેનમાં તેલ ગરમ કરો અને જીરું તથા લાલ મરચું પાવડર નાંખો અને વઘાર કરો. જ્યારે વઘાર થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો.

આને 1-2 મિનિટ માટે ચઢવા દો. પછી આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, લીલી કોથમીર પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો અને મીઠું નાંખો. ત્યારબાદ તેમાં 3-4 કપ પાણી નાંખો અને ઉકળવા દો.

मटर कोफ्ता

હવે ફ્રાઇંગ પેનમાં તળેલા કોફતા નાંખો અને 4 મિનિટ સુધી સામાન્ય આંચે ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારા મટરના ફોકતા.

આ પણ વાંચો : Recipes / બાળકોની પ્રિય અને ખુબ જ સ્વાદિષ્ટ મિલ્ક ચોકલેટ બરફી…

આ પણ વાંચો :Recipes / ટેસ્ટી અને મસાલેદાર અળુની ભાજી, આજે તમારા ઘરે બનાવો…