World/ હોસ્પિટલના બાથરુમમાં કોરોના દર્દી સાથે નર્સે બનાવ્યો શારીરિક સંબંધ અને પછી થયું….

ઇન્ડોનેશિયામાં નર્સ અને કોરોના પોઝિટિવ દર્દી વચ્ચે શારીરિક સંબંધનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પુરૂષ નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, બંને લોકોએ સંબંધ હોસ્પિટલના શૌચાલયમાં બાંધ્યા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ કોરોના દર્દીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક સ્ક્રીનશોટ શેર […]

World
corona relation હોસ્પિટલના બાથરુમમાં કોરોના દર્દી સાથે નર્સે બનાવ્યો શારીરિક સંબંધ અને પછી થયું....

ઇન્ડોનેશિયામાં નર્સ અને કોરોના પોઝિટિવ દર્દી વચ્ચે શારીરિક સંબંધનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પુરૂષ નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, બંને લોકોએ સંબંધ હોસ્પિટલના શૌચાલયમાં બાંધ્યા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ કોરોના દર્દીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા.

દર્દીએ કેટલાક વોટ્સએપ મસેજેના સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમાં તે આ આરોગ્ય કર્મચારીની છેડતી કરતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, આ વ્યક્તિએ એક પીપીએ કિટનો ફોટો પણ પોસ્ટ કર્યો. સમાચાર અનુસાર, આરોગ્ય કાર્યકર્તાએ સંબંધ બનાવતા પહેલા તેની પીપીઈ કીટ ફેંકી દીધી હતી. આ વિશે વાત કરતાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય નર્સ એસોસિએશનના પ્રવક્તાએ કહ્યું હતું કે, તે સાચું છે કે વિસ્મા એટલેટ ઇમરજન્સી હોસ્પિટલના આરોગ્ય કર્મચારી અને કોરોના-પોઝિટિવ દર્દી વચ્ચે સમલૈંગિક સંબંધો સામે આવ્યા છે. સમાચાર મુજબ બંને લોકોએ આ વાત સ્વીકારી લીધી છે.

Jaipur: Caterer rapes 10-year-old girl at her cousin's wedding - Crime News

આરોગ્ય કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે, તે જ દર્દી હજી પણ કોરોના પોઝિટિવ છે. ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા અહેવાલ મુજબ, આ કેસ સેન્ટ્રલ જકાર્તા પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ કિસ્સામાં, બંને લોકોને અશ્લીલતા કાયદા હેઠળ ટ્વિટર પર તસવીર પોસ્ટ કરવા બદલ સજા થઈ શકે છે.

ઇન્ડોનેશિયાના અશ્લીલ કાયદા અનુસાર, જો આ કેસમાં બંને દોષી સાબિત થાય છે, તો તેઓને 10 વર્ષ સુધીની જેલ ભોગવવી પડી શકે છે, હ્યુમન રાઇટ્સ વોચનું કહેવું છે કે, ઇન્ડોનેશિયાનો વહીવટ ઇરાદાપૂર્વક એલજીબીટી સમુદાયના લોકોને નિશાન બનાવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ઇન્ડોનેશિયામાં સમલૈંગિક સંબંધો રાખવો એ કોઈ ગુનો નથી, પરંતુ એલજીબીટી સમુદાયના હક્કોના રક્ષણ માટેના કાયદાના અભાવને કારણે આ સમુદાયના લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.