National/ ઊંટ સવારી કરીને નર્સ આપે છે કોરોનાની વેક્સિન ,જેને મનસુખ માંડવીયએ પણ બિરદાવી

દેશના કોરોના વોરિયર પોતાનાની ફરજને કર્તવ્ય અને નિષ્ઠાથી પૂરી કરે છે તેનું તાજું અને જવલંત ઉદાહરણ પૂરો પડતો કિસ્સો દેશના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના ટ્વિટથી જાણી શકાય છે,

India
Untitled 61 2 ઊંટ સવારી કરીને નર્સ આપે છે કોરોનાની વેક્સિન ,જેને મનસુખ માંડવીયએ પણ બિરદાવી

ભારતમાં  કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લાખો લોકો મૃત્યુ પમાયા  હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં  લાવવા માટે સમગ્ર દેશમાં રસીકરણ  અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે  ભારતમાં   દેશની કૂલ વસ્તીના ૧૮ વર્ષથી ઉપરના રસી લેવાને લાયક લોકોમાંથી ૬૦% લોકોનું રસીકરણ પુર્ણ કર્યું જે વિશ્વનો એક અદ્ભુત રેકોર્ડ છે. દેશના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના અથાગ પ્રયત્નો અને દેશદાઝથી જ શક્ય બની શકે.

આ  પણ વાંચો:Retirement / ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

મહત્વનુ  છે કે કોરોનાનું રસીકરણ અભિયાન પણ એક ચૂનોતી છે અને તે પણ ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશમાં જયા હિમાલયની ઊંચાઈ અને ગંગાના ઊંડા કોતરોથી કન્યાકુમારીના દરિયા કિનારા સુધી ઉત્તર-પૂર્વના અગમ્ય વિસ્તાર થી લઈને ગુજરાતના કચ્છ સુધીની દરેક જુદી જુદી ભોગોલિક પરિસ્થિતીને ધ્યાને લઈને રસી આપવી તે એક કઠિન પરીક્ષાથી કઈ ઓછું નથી.

આ પણ વાંચો:ઓમિક્રોન અંતર્ગત માર્ગદર્શિકા / યુપીમાં રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુની જાહેરાત…

દેશના કોરોના વોરિયર પોતાનાની ફરજને કર્તવ્ય અને નિષ્ઠાથી પૂરી કરે છે તેનું તાજું અને જવલંત ઉદાહરણ પૂરો પડતો કિસ્સો દેશના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના ટ્વિટથી જાણી શકાય છે, રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક નાના ગામમાં સ્વાસ્થ્ય કર્મીને પરિવહનની વયવસ્થા ન હોય અને રોડ પણ ન હોય તેથી ઊંટ પર બેસીને ત્યાં પહોચીને રસીકરણ કરવામાં આવ્યું હતું.