Political/ લોકસભામાં OBC આરક્ષણ સંશોધન બિલ પાસ, આજે રાજ્યસભામાં રજૂ કરાશે

મંગળવારે લોકસભામાં બંધારણ (127 મો) સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે. ઓબીસી અનામત સુધારા બિલની તરફેણમાં 385 મત પડ્યા છે. જો કે, આ બિલનાં વિરોધમાં એક પણ મત પડ્યો નથી.

Top Stories India
લોકસભામાં

લોકસભામાં બંધારણ (127 મો સુધારો) બિલ 2021 પસાર થયુ જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની અન્ય પછાત વર્ગ (ઓબીસી) યાદીઓ તૈયાર કરવા માટે સશક્ત બનાવવા માટે છે. લોકસભામાં 385 સભ્યોએ સમર્થનમાં મત આપ્યો. કોઈ સભ્યએ તેની સામે વાંધો ઉઠાવ્યો નથી. હવે OBC અનામત બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પસાર થયા બાદ લોકસભા બુધવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / ભારતીય દૂતાવાસની સલાહ, ભારતીયોએ તરત જ પોતાના પાછા ફરવાની તૈયારીઓ શરૂ કરવી જોઈએ

મંગળવારે લોકસભામાં બંધારણ (127 મો) સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે. ઓબીસી અનામત સુધારા બિલની તરફેણમાં 385 મત પડ્યા છે. જો કે, આ બિલનાં વિરોધમાં એક પણ મત પડ્યો નથી. આ બિલ ગૃહ દ્વારા મતોનાં વિભાજન દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો.વિરેન્દ્ર કુમારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું છે. વિરોધ પક્ષોએ પણ આ બિલને ટેકો આપ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાની તક મળી શકે છે. આ બિલ ભારતનાં તમામ રાજ્યોમાં રાજ્ય સરકારોને OBC યાદી તૈયાર કરવાનો અધિકાર આપશે. PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં તેને મંજૂરી આપી હતી. બંધારણમાં આ સુધારાની માંગ ઘણા નેતાઓ અને પ્રાદેશિક પક્ષો તેમજ શાસક પક્ષનાં OBC નેતાઓ દ્વારા કરવામાં આવી છે. હવે આ બિલ ગૃહમાં સર્વસંમતિથી પસાર થયું છે.

આ પણ વાંચો – પાકિસ્તાન / પંજાબ પ્રાંતનું મંદિર સમારકામ પછી હિન્દુઓને સોંપવામાં આવ્યું, ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી

આ બિલ પસાર થવાથી હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે રાજ્ય તેના અનુસાર જાતિઓને સૂચિત કરી શકે. સંસદમાં બંધારણનાં આર્ટિકલ 342-A અને 366 (26) C નાં સુધારાને મંજૂરી મળ્યા બાદ રાજ્યોને આ અધિકાર મળ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાની તક મળી શકે છે. તે જાણીતું છે કે આ તમામ જાતિઓ લાંબા સમયથી અનામતની માંગણી કરી રહી છે, જો કે, સુપ્રીમ કોર્ટ તેમની માંગણીઓ પર સ્ટે મૂકી રહી છે. આ બિલ પસાર થયા બાદ હવે આ જાતિઓની માંગણીઓ પૂરી થઈ શકે છે.