Not Set/ નરોડામાં વીજ કરંટથી બાળકના મોતનો મામલો, મેળાના આયોજકની બેદરકારી આવી સામે

અમદાવાદ, વર્ષ 2012 દરમિયાન અમદાવાદના નરોડાગામ વિસ્તારમાં આનંદ મેળામાં મયુર રાઠોડ નામના બાળકને કરંટ લાગી જવાને કારણે મોત નીપજ્યું હતું. સમગ્ર મામલામાં આનંદ મેળાના આયોજક કૃણાલ ભટ્ટ અને અન્ય ઈસમોની બેદરકારી સામને આવી હતી અને તમામ આરોપીઓએ પોતાની બેદરકારીને છુપાવા માટે તેમજ પોલીસની પકડથી બચવા માટે એક કાવતરું રચ્યું હતું. જેમાં બાળકની લાશને ગાડીમાં છુપાવીને […]

Ahmedabad Trending

અમદાવાદ,

વર્ષ 2012 દરમિયાન અમદાવાદના નરોડાગામ વિસ્તારમાં આનંદ મેળામાં મયુર રાઠોડ નામના બાળકને કરંટ લાગી જવાને કારણે મોત નીપજ્યું હતું.

સમગ્ર મામલામાં આનંદ મેળાના આયોજક કૃણાલ ભટ્ટ અને અન્ય ઈસમોની બેદરકારી સામને આવી હતી અને તમામ આરોપીઓએ પોતાની બેદરકારીને છુપાવા માટે તેમજ પોલીસની પકડથી બચવા માટે એક કાવતરું રચ્યું હતું.

જેમાં બાળકની લાશને ગાડીમાં છુપાવીને પાલનપુર પાસેના બ્રિજ નજીક જઈને તેને ફેંકી દીધી હતી અને ત્યારબાદ ઘણા સમયથી આરોપીઓ નાસ્તા ફરતા હતા.

જોકે બાળકના માતા પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પાછળ થી મામલાની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ને સોંપાતા સમગ્ર ઘટનાની હકીકત સામને આવી હતી અને કેસનો ભેદ ઉકેલાતા આરોપીઓ પકડાયા પણ હતા.

તેમાંથી એક આરોપી પ્રકાશ સિંદેની શરતી જામીન કોર્ટે મંજુર કરતા તેણે જામીનના નિયમોનો ભંગ કરીને પલાયન થઇ ગયો હતો અને હાલ સુધી તે ક્રાઈમ બ્રાન્ચની પકડમાં ન આવતા સેસન્સ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં વિલંભ થઇ રહ્યો છે.