રાજસ્થાન/ ઓપરેશન બાદ મહિલાનાં હાથ હતા બંધાયેલા, નર્સિગકર્મીએ ઉઠાવ્યો તેનો ફાયદો અને…

દેશમાં જે રીતે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે, તેમ દુષ્કર્મની ઘટનાઓ પણ વધી રહી છે….

India
ગરમી 123 ઓપરેશન બાદ મહિલાનાં હાથ હતા બંધાયેલા, નર્સિગકર્મીએ ઉઠાવ્યો તેનો ફાયદો અને...

દેશમાં જે રીતે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે, તેમ દુષ્કર્મની ઘટનાઓ પણ વધી રહી છે. જે એક શરમજનક બાબત છે. હાલમાં જ રાજસ્થાનનાં જયપુરથી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જેમા ખાનગી હોસ્પિટલનાં ICU માં દાખલ એક મહિલા સાથે નર્સિંગકર્મીએ દુષ્કર્મ ગુજાર્યો છે.

સાવધાન! / આવતીકાલથી આગામી નિર્દેશ સુધી અમદાવાદનાં બાગ-બગીચા બંધ

આ ઘટનાને નર્સિંગકર્મીએ એક એવા સંજોગોમાં અંજામ આપી જ્યારે ઓપરેશન બાદ મહિલા દર્દીનાં મોં પર ઓક્સિજન હતુ અને તેના બંને હાથ બાંધેલા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, આઇસીયુમાં આવ્યા પછી, નર્સિંગકર્મીએ પહેલા ચેક કર્યુ કે, મહિલા ભાનમાં તો નથીને. ત્યારબાદ તેણે મહિલાની આ સ્થિતિનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. નર્સિંગકર્મીની આ ખરાબ હરકતનાં કારણે મહિલા દર્દી આખી રાત રડતી રહી. સવારે જ્યારે મહિલાએ હોસ્પિટલની નર્સને રાત્રિની ઘટના વિશે જણાવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે આરોપીએ તેને ધમકી આપીને ચૂપ કરી દીધી હતી.

હત્યા કે આત્મહત્યા? / BJP સાંસદનું શંકાસ્પદ મોત, પંખે લટકતી હાલતમાં મળ્યો શવ

ત્યારબાદ જ્યારે મહિલા દર્દીનો પતિ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે સમગ્ર ઘટના લખીને પતિને જણાવી હતી. ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યો. આ ઘટના અંગે મીડિયા સાથે વાત કરતા મહિલાનાં પતિએ જણાવ્યું હતું કે, સોમવારે તેની પત્નીની તબિયત લથડતા તે તેને શહેરની શેલ્બી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં મહિલાનું ઓપરેશન કરાશે. રાત્રે આઠ વાગ્યે આઇસીયુમાં શિફ્ટ કર્યા પછી, ડોકટરોએ કહ્યું કે તેઓ અંદર જઇ શકે નહી. આ પછી તે ઘરે ગયો. મહિલાનું રાત્રે ઓપરેશન થયુ હતું. જ્યારે તે સવારે ફરીથી હોસ્પિટલમાં પાછો આવ્યો ત્યારે મહિલાએ તેની સાથે થયેલા બનાવ વિશે લખીને જણાવ્યુ હતુ. આ સમગ્ર ઘટનાક્રમ વિશે તે ઓક્સિજનનાં કારણે બોલી શકતી નહોતી હોવાના કારણે લખીને જણાવ્યુ હતુ. જો કે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ કૃત્યને અંજામ આપનારો આરોપી આગ્રા રોડ રહે છે. પોલીસે આ મામલે હોસ્પિટલનાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાની શરૂઆત કરી છે. જે આધાર પર હવે પોલીસ આગળની કાર્યવાહીને વેગ આપી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ