પ્રહાર/ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આ દિગગજ નેતાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં સતત નેતાઓની નારાજગી જોવા મળી રહી છે એવામાં પાર્ટી માટે હાલ આ સમસ્યા માથાનો દુખાવો બની છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 3 3 કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આ દિગગજ નેતાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં સતત નેતાઓની નારાજગી જોવા મળી રહી છે એવામાં પાર્ટી માટે હાલ આ સમસ્યા માથાનો દુખાવો બની છે.ગઇકાલે કોંગ્રેસે 37 ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરી હતી પરતું પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કે જે સાત વાર જીત્યા હતા તેમની ટિકિટ કાપી નાંખી હતી જેના લીધે તેઓ ખુબ નારાજ થયા હતા અને તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.
ભંગાણ થઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી નિરંજન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, હુ સાતમી વખત જીતીશ તો આગળ વધીશ એટલે ટિકિટ કાપી નાંખી
કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી જેમાં પેટલાદ બેઠક પર હાલના ધારાસભ્ય નિરંજન પટેલ ને કાપીને નવા ચહેરા એવા ડોક્ટર પ્રકાશ પરમાર ની ટિકિટ આપવામાં આવી જેને લઇને નારાજ થયેલા નિરંજન પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું. તેમણે જણાવ્યું કે  નિરંજન પટેલે જણાવ્યું કે,  સવાલ એ છે કે આજથી છ મહિના પહેલા મેં ભરતભાઈ ને કહ્યું હતું કે તમારે ઉભુ રહેવું હોય તો મને કોઈ વાંધો નથી. એમણે મને કહ્યું તમે ઉભા રો મને કોઈ વાંધો નથી. જ્ઞાતિનુ સમીકરણ કરવાનું હોય તો તમને છૂટ છે. એમણે કહ્યું ના તમારી ઉભુ રહેવાનું છે ત્યાર પછી હાલના જે ઉમેદવાર છે એમને પણ હું ઘરે જઈને મળ્યો હતો એમણે ફોર્મ ભર્યું હતું એમને મેં કહ્યું હતું કે તમારી ઈચ્છા હોય તો મને કહો તો હું ખસી જવું એમણે મને ના પાડી.
કોંગ્રેસમાંથી મેં રાજીનામું આપી દીધું છે અને હું અપક્ષ પણ ચૂંટણી લડવાનો નથી. મહત્વનું છે કે નિરંજન પટેલની નારાજગીથી પેટલાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ફટકો પડી શકે છે અને જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે ત્યારે હવે આગામી દિવસોમાં પેટલાદ વિધાનસભા બેઠક કોના ફાળે જાય છે તે જોવું રહ્યું