Not Set/ દંડ તો થશે જ ! પોલીસકર્મીને પણ અપાયો મેમો, કાયદો બધા માટે સમાન : અમદાવાદ પોલીસ

ગુજરાત સહિત દેશભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક અધિનિયમનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા દંડની રકમમાં ભારે વધારા સાથે લોકોને દંડવામાં આવી રહ્યા છે. ગુજરાત સહિત આ મામલે હાહાકાર જોવામાં આવી રહ્યો છે. અને પોલીસ દ્વાર અનેક શહેરોમાં વાહનની કિંમત જેટલો કે તેથી પણ વધારે દંડ ફટકારવામાં આવતા ભારે ઉહાપો જોવામાં આવી રહ્યો છે., ત્યારે આજે સવારથી […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાત સહિત દેશભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક અધિનિયમનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા દંડની રકમમાં ભારે વધારા સાથે લોકોને દંડવામાં આવી રહ્યા છે. ગુજરાત સહિત આ મામલે હાહાકાર જોવામાં આવી રહ્યો છે. અને પોલીસ દ્વાર અનેક શહેરોમાં વાહનની કિંમત જેટલો કે તેથી પણ વધારે દંડ ફટકારવામાં આવતા ભારે ઉહાપો જોવામાં આવી રહ્યો છે., ત્યારે આજે સવારથી સોશિયલ મીડિયામાં એક પોલીસ કર્મીનો બાઇક પર વિના હેલ્મેટ અને પાછા મોબાઇલમાં વાત કરતા કરતા બાઇક ચલાવી રહ્યા હોવાનો ફોટો વાઇરલ થયો હતો.

પોલીસ કર્મીના પોલીસ નિયમોનાં ભંગ સાથેનાં આ ફોટાએ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી હતી અને દિવસભર સવાલો સાથે ટ્રોલ થતો જોવા મળ્યો હતો. લોકો દ્વારા ટ્રોલ કરી, આ ને સજા થશે, આને દંડ કેમ નહી, દંડનું શું જેવા વિવિધ પ્રકારનાં મેસેજ પણ ફરતા થયા હતા.

પોલીસ પાસે આ મામોલ પહોંચ્યો અને પોલીસ દ્વારા આ પોલીસ કર્મીને પણ દંડવામાં આવ્યા છે. પોલીસ દ્વાર આ મામલાની જાણ પણ સોશિયલ મીડિયામાં મેમોનો ફોટો કરી કરવામાં આવી હતી. પોલીસ દ્વાર લખવામાં આવ્યું છે કે, મામલો અમારા ધ્યાનમાં આવ્યો હતો અને ચકાસણી થયા બાદ રૂ. 1,100નો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કર્મી દ્વારા આવા કાર્યવાહીની નિંદા કરે છે. જો તમારા ધ્યાનમાં આવુ કશું પણ આવે તો, કૃપા કરીને અમને સૂચિત કરો અને અમે યોગ્ય કાર્યવાહી કરીશું. #અહેમદાબાદ_પોલિસ #નિયમોબધામાટે

આખરે પોલીસ દ્વારા પોલીસ કર્મીની સામે જ દંડનું હથિયાર ઉગામી દાખલો પુરો પડી દેવામાં આવ્યો છે કે, આ વખતે પોલીસ દ્વારા નિયમોમાં કોઇ બંઘ છોડ કરવામાં આવશે નહીં. કોઇનો ફોન પણ કામમાં આવશે નહી અને કોઇની લાગવગ પણ કામ લાગશે નહીં. જો કે, દંડની રકમમાં કરવામાં આવેલા આવા તોતિંગ વધારાથી લોકોમાં અસંતોષ જોવામા આવી રહ્યો છે અનમે વંરવાર એક પ્રશ્ન પણ ચર્ચાઇ રહ્યો છે કે, કાયદો લોકોની સુવિધા માટે હોય છે કે, અસુવિધા માટે અને દંડ વધારી દેવાથી શું રોડ 100 ટકા સુરક્ષીત થઇ જવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.