Not Set/ સિદ્ધપુરનાં આ સમાજનાં લોકોએ ચૂંટણી કરી બહિષ્કૃત, આપ્યું આ કારણ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ કહી શકાય કે, ધારાસભા કે લોકસભા કરતા પણ વધુ અંધાધૂંધીનો માહોલ સર્જાી દીધો હોવાનું સામે આવી રહ્યું છે. ટિકિટ વહેંચણી કે વેચણી

Gujarat Others Videos
patan સિદ્ધપુરનાં આ સમાજનાં લોકોએ ચૂંટણી કરી બહિષ્કૃત, આપ્યું આ કારણ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ કહી શકાય કે, ધારાસભા કે લોકસભા કરતા પણ વધુ અંધાધૂંધીનો માહોલ સર્જાી દીધો હોવાનું સામે આવી રહ્યું છે. ટિકિટ વહેંચણી કે વેચણી જેવા કકડાટ અને નારાજગી બાદ રાજીનામા અને પક્ષપલટો તમામ પક્ષોનો ભાગ જોવામાં આવ્યો અને ખૂટતું પુરુ થઇ ગયું ફોર્મ પાછા ખેંચવાની ખેંચતાણમાં. રાજકીય પક્ષોને કદાચ એવું પણ હશે કે આ તમાસો મતદારો ક્યાં જોઇ રહ્યા છે, પરંતુ અનેક જગ્યાએ મતદારો આ મામલાને ધ્યાને રાખશે અને હવે પહેલાની જેમ પાંચ વર્ષે પહેલું ચક્કર નહી ચલાવી લેવામાં આવે તેવું અનેક ગામો અને વિસ્તારોનાં મતદારોએ આડકતરી રીતે કહી પણ દીધુ છે. આવો જ વધુ એક કિસ્સો  પાટણ જીલ્લાનાં સિદ્ધપુરમાંથી સામે આવ્યો છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કામ નથી કર્યું તેવા નેતાઓની પોલ ખુલવા લાગી છે. જે વિસ્તારમાં વિકાસ નથી થયો તે વિસ્તારની પ્રજા રોષ ઠાલવીને ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવા લાગી છે. ત્યારે સિદ્ધપુરના વોર્ડ નં – 6 માં દાઉદી વોહરા સમાજના લોકોએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને દાઉદી વોહરા સમાજના એકપણ વ્યક્તિને ટિકિટ ન આપી સમાજ સાથે અન્યાય કર્યો હોવાના આક્ષેપ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

સિદ્ધપુરમાં દાઉદી વોહરા સમાજ એક શાંતિ પ્રિય કોમ માનવામાં આવે છે. સિદ્ધપુરમાં ઐતિહાસિક અને હેરિટેઝ મકાનો આ સમાજની વિરાસતો છે, ત્યારે આ સમાજને પણ પોતાનો એક પ્રતિનિધિ પાલિકામાં હોવો જોઈએ જેથી તેમના પ્રશ્નોનો હલ કરી શકે. પરંતુ એક પણ પક્ષ દ્વારા આ સમાજને ટિકિટ ફાળવવામાં આવી નથી. જેના કારણે દાઉદી વોહરા સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ શાંતિ પ્રિય કોમ આક્રમકઃ મૂડમાં જોવા મળી રહી છે. અને પોતાનો રોષ ઠાલવીને ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવા લાગી છે.

સિદ્ધપુરના વોર્ડ નં – 6 માં રોડ રસ્તા, સ્વચ્છતા, લાઈટ અને પાણી ના પ્રશ્નોને લઈ સ્થાનિકો પરેશાન છે. અનેક રજૂઆતો છતાં વર્ષોથી સમસ્યાનો ઉકેલ નથી આવતો, જેને પગલે વિરોધ દર્શાવ્યો છે. સાથે જ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જુઓ આ વીડિયો અહેવાલ પણ – સિદ્ધપુરમાં વોહરા સમાજનો ચૂંટણીનો બહિષ્કાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…