Viral Video/ જીવ જોખમમાં મૂકી શખ્સે કૂતરાનો બચાવ્યો જીવ

માણસને કંઈપણ થઈ શકતું હતું, પરંતુ, તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને કૂતરાને બચાવ્યો. તમે બધા જોઈ શકો છો કે આ વીડિયો સ્પષ્ટ કરે છે કે માનવતા આ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે અને તેનાથી ઉપર કંઈ નથી.

Videos
રેલ્વે ટ્રેક અને Dog

આજ કાલ અનેક પ્રકારનાં વીડિયો વાયરલ થાય છે. આવી સ્થિતિમાં આ સમયે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિએ પોતાના જીવની ચિંતા કર્યા વિના એક કૂતરાનો જીવ બચાવ્યો છે.

આ પણ વાંચો – આસ્થા / ભગવાન વિષ્ણુની આ પ્રતિમા બનાવતા લાગ્યા પૂરા 24 વર્ષ, જાણીને નવાઈ લાગશે ક્યાં સ્થિત છે

આ કરતી વખતે, માણસને કંઈપણ થઈ શકતું હતું, પરંતુ, તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને કૂતરાને બચાવ્યો. તમે બધા જોઈ શકો છો કે આ વીડિયો સ્પષ્ટ કરે છે કે માનવતા આ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે અને તેનાથી ઉપર કંઈ નથી. જણાવી દઇએ કે, આજનાં જમાનામાં માનવતા ભાગ્યે જ જોવા મળે છે કારણ કે આજનો સમય એવો છે જ્યારે દરેક જગ્યાએ માનવતાનું ગળુ દબાઈ રહ્યુ છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. કૂતરાનો જીવ બચાવનાર આ વ્યક્તિનો વીડિયો ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને લોકો તે વ્યક્તિની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે આ પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું છે – વ્યક્તિએ કૂતરાને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. માનવતાનો સાચો હીરો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રેલ્વે ટ્રેક પર બાંધેલા કૂતરાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. તે માણસ દોડતો દોડતો રેલ્વે ટ્રેક પર આવે છે અને દોરડા વડે બાંધેલા કૂતરાનું દોરડું ખોલવા લાગે છે. ત્યારે પાછળથી એક સ્પીડમાં આવતી ટ્રેન દેખાય છે. જોકે, માણસે દોરડું ખોલીને કૂતરાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધો હતો. જેવો તે કૂતરા સાથે પાટા પરથી દૂર જાય છે, ત્યારે જ એક ઝડપી ટ્રેન ત્યાંથી પસાર થાય છે.

આ પણ વાંચો – Viral Video / ફ્લાઇટમાં માસ્ક ન પહેરવા પર મહિલાએ વૃદ્ધને મારી દીધો લાફો, અને પછી શું થયુ જુઓ…

અત્યાર સુધી આ વીડિયોને 19.7 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ અંગે લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે – આ વ્યક્તિ માટે મારા તરફથી ખૂબ સન્માન. વળી, અન્ય એક યુઝરે લખ્યું છે – એવા ઓછા લોકો છે જે બીજાની આટલી કાળજી રાખે છે, જ્યારે દરેક વ્યક્તિ આ વ્યક્તિનાં વખાણ કરતા જોવા મળે છે જેણે કૂતરાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો.