Dog Viral Video/ પાલતુ કૂતરાના ત્રાસમાં માલિક સહિત પત્નીને પડ્યો મેથીપાક, વીડિયો થયો વાયરલ

પાલતુ કૂતરાના ત્રાસમાં માલિક, પત્ની અને કૂતરાની લોકોે કરી ધુલાઈ. તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Trending Videos
Beginners guide to 2024 05 16T165006.664 પાલતુ કૂતરાના ત્રાસમાં માલિક સહિત પત્નીને પડ્યો મેથીપાક, વીડિયો થયો વાયરલ

તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં કેટલાક લોકો પાળેલા કૂતરા સાથે ગલીમાં ઉભેલા વ્યક્તિને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. આટલું જ નહીં, આ લોકોએ પતિને બચાવવા આવેલી પત્ની ઉપર પણ લાકડીઓ વડે હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે તમામ પડોશીઓ તેમના પાલતુ કૂતરાથી નારાજ હતા.

આ ઘટના હૈદરાબાદના રહેમત નગર વિસ્તારમાં બની હતી, જ્યાં પતિ-પત્નીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનો પાલતુ કૂતરો પાડોશીઓના ઘરમાં ઘૂસી જતો હતો અને રસ્તા પરથી પસાર થતા લોકોને કરડવા માટે દોડતો હતો, પરંતુ કપલ આ વાતથી અજાણ રહ્યું અને લોકોને કૂતરાથી બચાવવાની કોશિશ પણ ન કરી. આ કારણે પડોશીઓની ધીરજ ખૂટી ગઈ અને ગુસ્સામાં તેઓએ પાળેલા કૂતરા અને તેના માલિક દંપતીને ખૂબ માર માર્યો.

મળતી માહિતી મુજબ, એક દિવસ શ્રીનાથ નામના વ્યક્તિનો પાલતુ કૂતરો ધનંજયના ઘરમાં ઘુસી ગયો હતો અને આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સે ભરાયેલા પાડોશીએ તેના બે મિત્રો સાથે મળીને શ્રીકાંત, તેની પત્ની અને પાળેલા કૂતરા પર લાકડીઓથી હુમલો કર્યો. આ મારથી શ્રીનાથ અને તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રીનાથ ઘરની બહાર કૂતરાને પકડીને ઉભો છે. આ સમય દરમિયાન, કૂતરો ત્યાંથી પસાર થતા લોકો પર ભસતો હોય છે અને તેમને કરડવાની કોશિશ કરે છે. દરમિયાન સામા પક્ષેથી કેટલાક લોકો લાકડીઓ સાથે આવ્યા હતા અને શ્રીકાંત અને તેના કૂતરા પર હુમલો કર્યો હતો. તેને આ રીતે મારતો જોઈ તેની પત્નીએ તેને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. તે સિવાય વીડિયોમાં અન્ય એક મહિલા પણ દેખાઈ રહી છે, તે પણ તે યુવકોને રોકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે હુમલાખોરો રોકાતા દેખાતા નથી, આ દરમિયાન આખી શેરીમાં ભીડ એકઠી થઈ ગઈ હતી. જે બાદ તેઓ ત્યાંથી ભાગવા લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ