IPL/ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ફેન્સની વધી ચિંતા

ઑક્ટોબર 2021માં IPLનાં બીજા તબક્કામાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વતી રમતી વખતે સેમ કરનને પીઠનાં નીચેનાં ભાગમાં ઈજા થઈ હતી, જેમાંથી તે હજુ સુધી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. 

Sports
સેમ કરન

ફેબ્રુઆરીમાં IPL-2022 માટે મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે, જેમાં 1214 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમા 318 વિદેશી ખેલાડીઓ પણ છે, જેમાં ઈંગ્લેન્ડનાં 30 ખેલાડીઓએ હરાજી માટે પોતાને ઉપલબ્ધ કરાવ્યા છે, પરંતુ ઈંગ્લેન્ડનાં ઓલરાઉન્ડર સેમ કરને આ હરાજીમાં પોતાનો સમાવેશ કર્યો નથી.

1 ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ફેન્સની વધી ચિંતા

આ પણ વાંચો – કોરોના / વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટના ‘Omicron BA.2’એ ચિંતા વધારી, ફ્રાન્સ, ડેનમાર્ક અને ભારત સહિત 40 દેશો સુધી પહોચ્યો

ઑક્ટોબર 2021માં IPLનાં બીજા તબક્કામાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વતી રમતી વખતે સેમ કરનને પીઠનાં નીચેનાં ભાગમાં ઈજા થઈ હતી, જેમાંથી તે હજુ સુધી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. સેમ કરને 10 જાન્યુઆરીનાં રોજ સોશિયલ મીડિયા પર ડ્રેસિંગ રૂમમાંથી પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જે દર્શાવે છે કે તે પીઠનાં નીચેનાં ભાગમાં ઈજાને કારણે ત્રણ મહિના પછી ક્રિકેટ રમવા માટે પરત ફરી શકે છે. સેમ કરને 32 IPL મેચોમાં 22.47ની એવરેજથી 337 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. બોલ વડે તેણે 31.09ની એવરેજથી 32 વિકેટ લીધી છે. સેમ કરને વર્ષ 2019માં કિંગ્સ ઈલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કર્યું હતું, ત્યાર બાદ તે 2020 અને 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.

1 1 ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ફેન્સની વધી ચિંતા

આ પણ વાંચો – ઉદ્વઘાટન / PM મોદીએ સુભાષ ચંદ્ર બોઝને 125મી જન્મજયંતિ પર શ્રદ્વાંજલિ અર્પણ કરી, ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાનું ઉદ્વઘાટન કરશે

હરાજી પહેલા કુલ 33 ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે અથવા તેમની પસંદગી કરવામાં આવી છે. વર્તમાન આઠ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ કુલ 27 ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જ્યારે બે નવી આઈપીએલ ટીમો (અમદાવાદ અને લખનઉ) એ હરાજી પહેલા છ ખેલાડીઓ (દરેક) પસંદ કર્યા છે. જો દરેક ફ્રેન્ચાઈઝીની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ હોવા જોઈએ, તો 217 ખેલાડીઓને હરાજી માટે લેવામાં આવશે. જેમાંથી 70 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.