પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આ વર્ષે 32 બાળકોને મળ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, એવોર્ડ મેળવનારા બાળકો 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 32 જિલ્લાનાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ વિજેતા બાળકો સાથે વાત કરશે.
આ કાર્યક્રમ બપોરે 12 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બાળકોને ટેકનોલોજીને પ્રમોશન આપવા, શિક્ષણ, રમતગમત, કળા, સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી જેવા ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતાઓ માટે આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, આ વર્ષે નવીનતા માટે નવ એવોર્ડ આપવામાં આવ્યા છે. કલા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં સાત એવોર્ડ આપવામાં આવ્યા છે. વળી શૈક્ષણિક સિદ્ધિઓ માટે પાંચ એવોર્ડ, રમત ક્ષેત્રમાં સાત એવોર્ડ, બહાદુરી માટે ત્રણ એવોર્ડ અને એક બાળકનાં સમાજ સેવાનાં ક્ષેત્રમાં તેમના પ્રયત્નો બદલ પુરસ્કાર આપવામાં આવેલ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ (PMRBP) આપવામાં આવે છે. આ વખતે, પુરસ્કાર મેળવનાર બાળકો 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 32 જિલ્લાનાં છે.
મંત્રાલય અનુસાર, આ વર્ષે નવીનતા માટે નવ એવોર્ડ આપવામાં આવ્યા છે. કલા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં સાત એવોર્ડ આપવામાં આવ્યા છે. વળી શૈક્ષણિક સિદ્ધિઓ માટે પાંચ એવોર્ડ, રમત શ્રેણીમાં સાત એવોર્ડ, બહાદુરી માટે ત્રણ એવોર્ડ અને એક બાળકોને સમાજ સેવાનાં ક્ષેત્રમાં તેમના પ્રયત્નો બદલ પુરસ્કાર આપવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજેતાઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “હું આશા રાખું છું કે વડા પ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2121 માત્ર વિજેતાઓને પ્રોત્સાહિત કરશે જ નહીં, પણ લાખો યુવાનોને સ્વપ્ન, મહત્વાકાંક્ષા અને તેમની સીમાઓ વિસ્તૃત કરવામાં મદદ કરશે.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
