Not Set/ રોહતકમાં 22 ડોક્ટરો કોરોના પોઝિટિવ, 14 ડોક્ટરોએ લીધી હતી વેક્સિન

સમગ્ર દેશ આજે એકવાર ફરી કોરોનાની ઝપટમાં આવી ગયો છે. રોજ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હરિયાણામાં પણ કોરોનાવાયરસ મહામારીએ તેનો કેર શરૂ કરી દીધો છે.

Top Stories India

સમગ્ર દેશ આજે એકવાર ફરી કોરોનાની ઝપટમાં આવી ગયો છે. રોજ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હરિયાણામાં પણ કોરોનાવાયરસ મહામારીએ તેનો કેર શરૂ કરી દીધો છે. ઝડપથી વધી રહેલા આંકડાનાં કારણે સરકાર અને ડોકટરોની ચિંતા વધી ગઇ છે. ડોક્ટરો પણ ફરી એકવાર આ મહામારીની ઝપટમાં આવી ગયા છે.

હમણાં નહીં ઘટે સેલેરી! / ટેક હોમ સેલેરીમાં નહીં આવે કપાત, નવા શ્રમ વેતન કાયદાનો અમલ રોકાયો

આજે દેશમાં નેતા-અભિનેતા પણ કોરોનાવાયરસ મહમારીની ઝપટમાં આવી રહ્યા છે. ત્યારે હવે હરિયાણાનાં રોહતકથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, રોહતકનાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (પીજીઆઈએમએસ) નાં ડો.પુષ્પા દહિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, પીજીઆઈએમએસમાં છેલ્લા બે અઠવાડિયામાં, પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગનાં 22 રજિડેન્ટ ડોક્ટરો કોરોનાથી સંક્રમિત હોવાનુ સામે આવી રહ્યુ છે. આ 22 ડોક્ટરોમાંથી 14 ડોક્ટરોએ કોરોનાની રસી લીધી હતી. હરિયાણાનાં આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાં 1,100 થી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 8 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

આંતરિક ગણગણાટ શરૂ / ગાંધીનગર મનપાની ચૂંટણીમાં નો-રીપીટ થિયરી BJP માટે કપરા ચઢાણ સમાન

હરિયાણામાં કોરોના વાયરસનાં કુલ કેસોની સંખ્યા 2,90,800 થઈ ગઈ છે અને કોવિડ-19 થી મૃત્યુઆંક પણ વધીને 3,155 પર પહોંચી ગયો છે. બુધવારે, કરનાલ, પાણીપત અને કુરુક્ષેત્ર જિલ્લામાંથી પ્રત્યેક બે લોકોનાં મોત થયા, જ્યારે કેથલ અને ફરીદાબાદમાં એક-એક વ્યક્તિનાં મોત થયાં. વળી જે જિલ્લાઓમાં કેસોમાં વધારો થયો છે તેમા ગુરુગ્રામ (276), કરનાલ (182) અને અંબાલા (105) જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 9,726 છે. વળી જાણવા મળ્યુ છે કે, અહીં રિકવરી દર 95.57 ટકા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ