Ahmedabad News/ પાંચ-પાંચ જિલ્લાની પોલીસ ઊંઘતી રહી અને દારૂ ભરેલી ફોરચ્યુનર બોપલ પહોંચી

ગુજરાતમાં દારૂબંધી અંગે જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીએ કટાક્ષમાં કહ્યુ હતું કે ગુજરાતમાં દારૂબંધી એટલે દારૂ બોટલમાં નહીં પણ પીપમાં મળે છે, ગુજરાતમાં દારૂના કારોબારે કેટલાયના ખિસ્સા ગરમ રાખ્યા છે અને આખો કારોબાર જાણે કંપનીની જેમ જાણે છે.

Gujarat
Beginners guide to 85 પાંચ-પાંચ જિલ્લાની પોલીસ ઊંઘતી રહી અને દારૂ ભરેલી ફોરચ્યુનર બોપલ પહોંચી

Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધી અંગે જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીએ કટાક્ષમાં કહ્યુ હતું કે ગુજરાતમાં દારૂબંધી એટલે દારૂ બોટલમાં નહીં પણ પીપમાં મળે છે, ગુજરાતમાં દારૂના કારોબારે કેટલાયના ખિસ્સા ગરમ રાખ્યા છે અને આખો કારોબાર જાણે કંપનીની જેમ જાણે છે. ગુજરાતીઓ પણ જાણે દારૂ વગર તરસ્યા હોય તેટલો દારૂ રીતસરનો પી જાય છે. પીનારને પીતા કોણ રોકી શકે. મોટી-મોટી સોસાયટીઓ, ફ્રેન્ડ્સ ક્લબ, વિવિધ ક્લબો, પાર્ટીઓમાં, લગ્નો વગેરેમાં દારૂ પૂરો પાડવો સામાન્ય છે. દારૂના આ કોન્ટ્રાક્ટને મેળવવા માટે ખેલાય છે ખૂની જંગ.

ગુજરાતમાં બેરોકટોક રીતે ઘુસાડાતા દારૂનો સૌથી મોટો પુરાવો ગઈકાલે પહેલી જુલાઈ 2024ના રોજ મળ્યો હતો. અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર રાજપથ-રંગોલી રોડ પર જંક્શન નજીક વહેલી સવારે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ ફોર્ચ્યુનરમાંથી દારૂની બોટલોનો ઢગલો થઈ ગયો હતો. આ તો અકસ્માત થયો એટલે ખ્યાલ આવ્યો કે ફોર્ચ્યુનર દારૂથી ખીચોખીચ ભરેલી હતી. જો કે આ સિવાય તો અનેક ગાડીઓમાં દારૂની હેરાફેરી થઈ રહી છે, પણ તે બહાર આવતું નથી.

પાંચ જિલ્લાની પોલીસ રસ્તા પર હતી છતાં દારૂ ભરેલી કાર બોપલ પહોંચી

થારને ઉડાવનારી આ ફોર્ચ્યુનર રાજસ્થાનના સાંચોરથી દારૂ ભરીને આવી રહી હતી, ત્યારે એક અંદાજ પ્રમાણે તેને બોપલ સુધી આવતા અંદાજે 246 કિલો મીટરનું અંતર કાપવું પડ્યું હતું. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસ્યા બાદ આ આખા માર્ગમાં પાંચ ટોલ બૂથ આવે છે. પરંતુ દારૂ ભરેલી ફોર્ચ્યુનર આ પાંચેય ટોલબૂથ વટાવીને સાંગોપાંગ નીકળી ગઈ. માત્ર એટલું જ નહીં પાંચ જિલ્લાની પોલીસ રસ્તા પર હતી તેમ છતાં દારૂ ભરેલી કાર બોપલ સુધી પહોંચી ગઈ તે પણ ગુજરાત પોલીસના માથે કલંક સમાન છે. હવે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે પોલીસ એકાદ બે ડ્રાઈવ કરશે અને લોકોને તેમની કસ્ટડીમાં બતાવીને ફોટો સેશન કરાવશે તેમાં પણ કોઈ બેમત નથી, બસ વાત પૂરી.

ફોરચ્યુનર 200 કિ.મી.ની ઝડપે જતી હતી
દારૂ ભરેલી ફોર્ચ્યુનરને 246 કિમીના રસ્તામાં દારૂ ભરેલી ગાડી રસ્તામાં ના તો કોઈએ તપાસી કે ના તો કોઈએ ઊભી પણ રખાવી. આ ફોર્ચ્યુનર 200 કિમીની પૂરઝડપે આવી જ રહી હતી. ગાડીને જો કોઈએ ચેકપોઇન્ટ પર ઊભી રાખવામાં આવી હોત તો અકસ્માત થતો અટકી ગયો હોત. સાંચોરથી અમદાવાદ ફોર્ચ્યુનર ગાડી આવી ત્યારે ગુજરાતની બોર્ડરમાં પ્રવેશતા જ બોર્ડર પર જ ચેકપોસ્ટ છે, જ્યાં ગાડીનું ચેકિંગ કરવામાં આવ્યું નહોતું. ત્યારબાદ ગાડી બનાસકાંઠા જિલ્લામાં આવી હતી ત્યાં પણ ગાડીની તપાસ થઈ નહોતી. બનાસકાંઠાથી ફોર્ચ્યુનર પાટણ જિલ્લામાં પસાર થઈને મહેસાણા જિલ્લામાં થઈને ગાંધીનગરથી એસપી રિંગરોડના રસ્તે અમદાવાદમાં પ્રવેશી હતી. આમ ગુજરાતની બોર્ડરમાં આવ્યા બાદ પણ ગાડીએ 5 અલગ અલગ જિલ્લાની ચેકપોસ્ટ પસાર કરી હતી. જ્યાં ચેકિંગ કરવામાં જ આવ્યું નહોતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત