રાજકોટ/ 100 ગાડી અને 1000 બાઇકના કાફલા સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો રોડ શો નીકળ્યો……

રોડ-શોના રૂટમાં ઠેર-ઠેર મુખ્યમંત્રીનું સંતો-મહંતો, શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ-જ્ઞાતિ અગ્રણીઓ અને શહેરીજનો દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પવૃષ્ટિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
Untitled 93 24 100 ગાડી અને 1000 બાઇકના કાફલા સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો રોડ શો નીકળ્યો......

રાજયમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર રાજકોટની સત્તાવાર મુલાકાતે આવેલા ભૂપેન્દ્રભાઇ પટેલને આજે રાજકોટવાસીઓ અને શહેર ભાજપના સંગઠને ઉમેળકાભેર આવકાર આપ્યો હતો.  જેમાં એરપોર્ટથી લઇ ડીએચ કોલેજ સુધીના વિસ્તારમાં યોજાયેલા રોડ-શોમાં કેસરિયો માહોલ સર્જાયો હતો.તેમજ રાજકોટ વાસીઓમાં  પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

ગુજરાતની સાડા છ કરોડની જનતાના રખેવાડને આશિર્વાદ આપવા માટે રોડ-શોમાં સાધુ, સંતો અને મહંતોએ પણ વિશેષ હાજરી આપી હતી. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે મુખ્યમંત્રીના રાજકોટ ખાતેના રોડ-શોમાં જોડાવાના હતા પરંતુ તેઓ બહારગામ હોવાના કારણે સમયસર પહોંચી ન શક્તા રોડ-શોમાં હાજર રહી શક્યા ન હતા. તેઓ એડીએચ કોલેજ ખાતે યોજાયેલા વિવિધ વિકાસ કામોના ખાતમૂહુુર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી.

Untitled 93 22 100 ગાડી અને 1000 બાઇકના કાફલા સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો રોડ શો નીકળ્યો......

આ ઉપરાંત  રોડ શોના  અલગ રૂટ પર 61 પોઇન્ટ પર મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે યુવા ભાજપની બાઇક રેલીને લીલીઝંડી આપી રોડ-શોનો આરંભ કરાવ્યો હતો. દેશભક્તિસર સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો.

મહત્વનુ છે કે મુખ્યમંત્રી એરપોર્ટથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ થઈને ધમેન્દ્ર કોલેજ સુધીનો રોડ-શો, સત્કાર કાર્યક્રમનો રૂટ પર કેસરીયો માહોલ સર્જાયો હતો. રોડ- શોના રૂટમાં હોડીંગ્સ, બેનર, પાર્ટીના ઝંડા ઝંડી થી સમગ્ર રૂટથી શણગારવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ-શોના રૂટમાં ઠેર-ઠેર મુખ્યમંત્રીનું સંતો-મહંતો, શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ-જ્ઞાતિ અગ્રણીઓ અને શહેરીજનો દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પવૃષ્ટિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Untitled 93 21 100 ગાડી અને 1000 બાઇકના કાફલા સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો રોડ શો નીકળ્યો......

રોડ-શોના રૂટના કુલ 61 પોઈન્ટ ઉપર વિવિધ સ્થળે સ્વાગત પોઈન્ટ ઉપર આકર્ષક ફલોટસ- સ્ટેજ બનાવવામાં આવ્યા હતાં. ડી.જે બેન્ડ ની સુરાવલિઓ સાથે દેશભકિતસભર વિવિધ કાર્યક્રમો,સાંસ્કૃતીક કાર્યક્રમોની હારમાળા સર્જાઇ હતી. વિવિધ સમાજના લોકો તેમની પરંપરાગત વેશભુષા સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

Untitled 93 23 100 ગાડી અને 1000 બાઇકના કાફલા સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો રોડ શો નીકળ્યો......

જેમાં ક્ષત્રીય સમાજના આગેવાન સાફો પહેરીને, ભરવાડ અને રબારી સમાજ પરંપરાગત વેશભુષા અને રંગબેરંગી છત્રી સાથે, વહોરા સમાજના આગેવાનો ટોપી પહેરીને, આહીર સમાજના આગેવાનો પરંપરાગત પહેરવેશમાં, જૈન સમાજના અગ્રણીઓ સફેદ વસ્ત્રો ધારણ કરીને અને પ્રજાપતી સમાજ ચાખડાનું નિદર્શન કરી આ કાર્યક્રમને દિપાવ્યો હતો. શહેર ભાજપ યુવા મોરચાના 1000 થી વધુ કાર્યકર્તાઓ કેસરી ટોપી ધારણ કરીને બાઈક સાથે સ્વાગત કાર્યક્રમ રોડશોમાં જોડાયા હતાં.