Not Set/ અરવલ્લી/ યુવતીના રહસ્યમય મોતને લઇને મોડાસા ચાર રસ્તા પર ચક્કાજામ, આપી ઉપવાસની ચીમકી

અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરામાં યુવતીના મોતનો મામલો ગરમાયો છે. 31 ડિસેમ્બરે 20 વર્ષની યુવતી ગુમ થઇ હતી. ગુમ થયાના 5 દિવસ પછી યુવતીની લાશ વડના ઝાડ સાથે લટકી મળી આવી હતી. રોષે ભરાયેલ પરિવારજનો અને દલિત સમાજના અગ્રણીઓએ યુવતીના મોત મામલે પહેલાં વગદાર આરોપીઓ વિરૂધ્ધ અપહરણ, સામુહિક બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધ્યા બાદ જ યુવતીની […]

Gujarat Others
aaaaaaaaaamay 2 અરવલ્લી/ યુવતીના રહસ્યમય મોતને લઇને મોડાસા ચાર રસ્તા પર ચક્કાજામ, આપી ઉપવાસની ચીમકી

અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરામાં યુવતીના મોતનો મામલો ગરમાયો છે. 31 ડિસેમ્બરે 20 વર્ષની યુવતી ગુમ થઇ હતી. ગુમ થયાના 5 દિવસ પછી યુવતીની લાશ વડના ઝાડ સાથે લટકી મળી આવી હતી. રોષે ભરાયેલ પરિવારજનો અને દલિત સમાજના અગ્રણીઓએ યુવતીના મોત મામલે પહેલાં વગદાર આરોપીઓ વિરૂધ્ધ અપહરણ, સામુહિક બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધ્યા બાદ જ યુવતીની લાશનું પીએમ કરવામાં આવે તેવી પરિજનોએ અડગ માંગ રાખી હતી. જો કે પોસ્ટમોર્ટમ થયા બાદ પણ પરિવારજનો લાશની અંતિમવિધિ કરવા તૈયાર નથી. ગઈ કાલે આ મામલે પોલીસ કેસ ન નોંધવામાં આવતા પરિવારજનો અને અનુસૂચિત જાતિનાં લોકો દ્વારા મોડાસા શહેરમાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે આજે (7 જાન્યુઆરી 2020)ના રોજ મોડાસા ટાઉન હોલ આગળ લોકોએ દીકરીની હત્યાના આરોપ સાથે ચક્કાજામ કર્યો હતો અને નારેબાજી કરી હતી. ગ્રામજનો અને પરિવારજનોએ જે પીઆઈએ યુવતી ગુમ થવાની ફરિયાદ નોંધી ન હતી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવે. જો આવું નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપી છે.

1578367449351 અરવલ્લી/ યુવતીના રહસ્યમય મોતને લઇને મોડાસા ચાર રસ્તા પર ચક્કાજામ, આપી ઉપવાસની ચીમકી

મોડાસાના અમરાપુર ગામે ઝાડ પર લટકતી યુવતીની લાશ મળ્યે 24 કલાકથી વધારે સમય વિત્યો ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ કર્યો ન હોવાથી રોષે ભરાયેલ પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ યુવતીના મોત મામલે પહેલા આરોપીઓ વિરૂધ્ધ અપહરણ, સામુહિક બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધ્યા બાદ જ યુવતીની લાશનું પીએમ કરવામાં આવે તેવી પરિજનોએ અડગ માંગ રાખી હતી અને યુવતીના મોત મામલે મોડાસામાં તંગદિલીનો માહોલ ફેલાયો હતો.

મોડાસામાં ચક્કાજામ બાદ આખો દિવસ અને ગઇકાલની આખી રાત સમાજનાં લોકોએ એક અવાજે માંગ કરી હતી કે, અમને ન્યાય આપો. આ અંગે સમાજનાં લોકોનાં આરોપ છે કે, અમારી દીકરીનું અપહરણ કરી ચાર દિવસ સુધી સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. અમારી દીકરીને મારી નાંખીને રાતના સમયે સાયરા ગામની સીમમાં 30 ફૂટ ઊંચે લટકાવી દીધી છે. 30 ફૂટ ઊંચે ચડીને મરે એવી અમારી દીકરીમાં હિંમત ન હતી. સામુહિક દુષ્કર્મ, અપહરણ, પોલીસ સાથે સંપર્ક અને છેલ્લે દીકરીને મારી નાંખી તેવી ફરિયાદ પોલીસ લે તો જ કરવી છે ન લે તો નથી કરવી.

 અરવલ્લી : મોડાસાના સાયરામાં 31 ડિસેમ્બરે 20 વર્ષની યુવતી ગુમ થયેલી. રવિવારે સવારે સાયરા ગામની સીમના વડ પરથી યુવતીનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોસ્ટમોર્ટમ બાદ પણ પરિવારજનો લાશની અંતિમવિધિ કરવા તૈયાર નથી. પોલીસ કેસ ન નોંધવામાં આવતા ગઇકાલે પરિવારજનોએ અને અનુસૂચિત જાતિનાં લોકો દ્વારા મોડાસા શહેરમાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આજે મોડાસા ટાઉન હોલ આગળ લોકોએ દીકરીની હત્યાના આરોપ સાથે ચક્કાજામ કર્યો હતો અને નારાબાજી કરી હતી. તે ઉપરાંત ગ્રામજનોએ આખી રાત મોડાસાનાં પોલીસ મથકની સામે બેસીને સૂત્રોચ્ચા કર્યા હતાં. આ મામલે યુવતીનાં સમાજનાં લોકોની માંગ છે કે આ મામલામાં જે પીઆઈએ યુવતી ગુમ થવાની ફરિયાદ નોંધી ન હતી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવે. જો આવું નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપી છે.

સ્થાનિક લોકો રવિવારે સાયરા ગામની સીમમાં આવેલા વડ નીચે માતાજીનું સ્થાનક હોવાથી દિવો કરવા માટે વહેલી સવારે ગયા હતા. જ્યાં યુવતીની લાશ લટકતી હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.