Crime/ કાપડના ધંધામાં મંદી નડતા વેપારીએ શરૂ કરી મોંઘા દારૂની હોમ ડીલીવરી 

કાપડના વેપાર સાથે દલાલીનું પણ કામ કરતા વેપારીએ લોકડાઉનને લીધે કાપડના ધંધામાં મંદી આવતા મોંઘા દારૂની હોમ ડીલીવરી શરૂ કરી હતી.

Gujarat Surat
Untitled 332 કાપડના ધંધામાં મંદી નડતા વેપારીએ શરૂ કરી મોંઘા દારૂની હોમ ડીલીવરી 
  • સિલેક્ટેડ ગ્રાહકો અને તેમના રેફરન્સના લોકોને માલ પહોંચાડતો
  • વેસુમાં સ્વસ્તિક રેસિડેન્સીના વેપારીની કારમાં દારૂ ઝડપાયા બાદ ફ્લેટમાં દરોડા
  • સ્કોચ, વાઈન, વોડકાની 46 બોટલ કબજે
  • સિલેક્ટેડ ગ્રાહકો અને તેમના રેફરન્સના લોકોને માલ પહોંચાડતો

સુરત ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે સાંજે પોશ વિસ્તાર ગણાતા વેસુની સ્વસ્તિક રેસિડેન્સીના પાર્કીંગમાં કારમાં કાપડ વેપારીને દારૂ સાથે ઝડપી લીધા બાદ તેના લક્ઝુરીયસ ફ્લેટમાં છાપો મારી ફ્લેટ અને કારમાંથી કુલ રૂ.72 હજારની સ્કોચ, વાઈન, વોડકાની 46 બોટલ કબજે કરી હતી. કાપડના વેપાર સાથે દલાલીનું પણ કામ કરતા વેપારીએ લોકડાઉનને લીધે કાપડના ધંધામાં મંદી આવતા મોંઘા દારૂની હોમ ડીલીવરી શરૂ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતસાંજે 7 વાગ્યે વેસુ ગોયેન્કા ઈન્ટરનેશનલ સ્કુલની પાસે સ્વસ્તિક રેસિડેન્સીમાં બિલ્ડીંગ નં.એ/3 ના પાર્કીંગમાં એકસયુવી કાર ( જીજે-05-જેબી-7076 ) માંથી સ્કોચની બોટલો સાથે 32 વર્ષીય રિક્કી ઉર્ફે વિક્કી સુભાષચંદ્ર ચિતકારા ( અરોરા ) ને ઝડપી પાડી તેની પુછપરછના આધારે તેના ફ્લેટ એ/3/1304 માં છાપો માર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચને ફ્લેટમાંથી તેમજ બિલ્ડીંગના પાર્કિંગમાં એકસયુવી કારમાંથી વાઈન, વોડકા અને સ્કોચની રૂ.72,350 ની કિંમતની કુલ 46 બોટલ મળી આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે દારૂ, મોબાઈલ અને કાર મળી કુલ રૂ.6,05,350 નો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના હિસારના કલાનુર ગામના વતની વિક્કી અરોરાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે કાપડના વેપાર સાથે દલાલીનું પણ કામ કરતો હતો. પરંતુ કોરોનાને લીધે લોકડાઉન થતા કાપડ બજારમાં મંદીને પગલે તેણે ગત દિવાળીથી જ દારૂનો ધંધો શરૂ કર્યો હતો. વિક્કી સ્કોચ, વોડકા અને વાઈન જેવો મોંઘો દારૂ મંગાવી તેના સિલેક્ટેડ ગ્રાહકોને અને તેમના રેફરન્સથી ચોક્ક્સ લોકોને દારૂની હોમ ડીલીવરી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલો દારૂ તેને હરિયાણાના રોહતકના સાપલા ગામનો બન્ટી જગદીશ નકડા ટ્રેનમાં ટુકડે ટુકડે લાવી આપી ગયોહતો.  ક્રાઈમ બ્રાન્ચે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. વિક્કીએ મંગાવેલો રૂ.2.83 લાખનો દારૂ ગત મહિને કારમાં બનાવેલા ચોરખાનામાંથી અરવલ્લી પોલીસે ઝડપી પાડતા તે ત્યાં વોન્ટેડ છે. વધુ તપાસ પીએસઆઈ કીર્તિપાલ એચ. પુવાર કરી રહ્યા છે…

majboor str 20 કાપડના ધંધામાં મંદી નડતા વેપારીએ શરૂ કરી મોંઘા દારૂની હોમ ડીલીવરી