બિઝનેસ/ પોસ્ટ ઓફિસમાં 1 એપ્રિલથી લેવડ-દેવડનો બદલાઇ જશે નિયમ, જાણો કેટલો લાગશે ચાર્જ

જો તમારી પાસે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે, તો પછી પૈસા જમા કરવા અને ઉપાડવા માટે ચૂકવણી માટે તૈયાર થાઓ. 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં કેટલાક નવા નિયમો રજૂ થવા જઈ રહ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ગ્રાહકો પાસેથી પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે વધારાની ફી લેવામાં આવશે. આ ઉપરાંત હવે (AEPS) માટે વધારાની […]

Business
post office 1 પોસ્ટ ઓફિસમાં 1 એપ્રિલથી લેવડ-દેવડનો બદલાઇ જશે નિયમ, જાણો કેટલો લાગશે ચાર્જ

જો તમારી પાસે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે, તો પછી પૈસા જમા કરવા અને ઉપાડવા માટે ચૂકવણી માટે તૈયાર થાઓ. 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં કેટલાક નવા નિયમો રજૂ થવા જઈ રહ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ગ્રાહકો પાસેથી પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે વધારાની ફી લેવામાં આવશે. આ ઉપરાંત હવે (AEPS) માટે વધારાની ચુકવણી કરવાની રહેશે. પરંતુ ગ્રાહકોએ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ફ્રી ટ્રેન્ઝેક્શનની મર્યાદા ઓળંગાઇ ગઈ હોય ત્યારે જ તેમણે વધારાની ચુકવણી કરવી જોઈએ.

Post Office Schemes: Good news for savings account holders! Withdrawal  limit hiked from Rs 5,000 to Rs 20,000 at these branches | Zee Business
જાણો નવો નિયમ શું છે
>> નવા નિયમો અનુસાર મહિનામાં એક વાર બેઝિક સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. ત્યારબાદ પૈસા પાછા ખેંચવા પર 0.50 ટકા અથવા ટ્રાન્ઝેક્શન ફી દીઠ 25 રૂપિયા લેવામાં આવશે.

>> જો તમારી પાસે બચત ખાતું અને કરન્ટ ખાતું છે, તો તમે દર મહિને 25,000 રૂપિયા ઉપાડી શકો છો. કોઈ ચાર્જ લાગશે નહીં. વધુ પૈસા ઉપાડવા માટે, 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા ફી ભરવી પડશે.How to deposit money online in your Post Office PPF account

>> ગ્રાહકો દર મહિને 10,000 રૂપિયા સુધી જમા કરી શકે છે, તેમની પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. આના કરતા વધારે જમા કરાવવા માટે, તેઓએ જમા કરવાની રકમના 0.50 ટકા અથવા દરેક જમા રકમ માટે ઓછામાં ઓછી 25 રૂપિયા ફી ચૂકવવી પડશે.

> જો તમારી પાસે આઈપીપીબી ખાતું છે, તો તમે 3 વખત ટ્રેન્ઝેક્શન કરી શકો છો. આ નિયમો મીની સ્ટેટમેન્ટ, રોકડ ઉપાડ અને રોકડ જમા કરવા માટે છે. મફત મર્યાદા પૂરી થયા પછી, દરેક ટ્રેન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે. મર્યાદા પૂરી થયા પછી, કોઈપણ જમા રાશિ પર 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

>> આ સિવાય ફંડ ટ્રાન્સફર માટે 5 રૂપિયા લેવામાં આવશે. તમામ ખાતા ધારકોને આઈપીપીબીમાં ઓછામાં ઓછી 5,00 રુપિયાની રકમ રાખવી પડશે. જો તમારા ખાતામાં લઘુત્તમ બેલેન્સ નથી, તો 100 રૂપિયા વધારાની ફી વસૂલવામાં આવશે.

હાલમાં આ પોસ્ટ ઓફિસમાં આટલી છે નાની બચત યોજનાઓ
(1) પબલિક પ્રોવિડન્ટ ફંડ
()) સુકન્યા સમૃદ્ધિ યોજના
()) વરિષ્ઠ નાગરિક બચત યોજના
()) રાષ્ટ્રીય બચત પત્ર
(5) કિસાન વિકાસ પત્ર
()) પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ 5 વર્ષ માટે