દેશમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ખાસ કરીને બાળકો, વૃદ્ધ, બિમાર શખ્સ અને ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો કે તેનો અર્થ એ બિલકુલ પણ નથી કે અન્ય લોકોને કઇ નહી થાય પણ હા, આ લોકોને આ વાયરસ જલ્દી અને ખરાબ અસર પહોંચાડી શકે છે. આ વચ્ચે એક સમાચાર હરિયાણાથી આવ્યા છે કે, જ્યા એક મહિલા ગર્ભાવસ્થા દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગઇ હતી. હવે તેણે જે બાળકને જન્મ આપ્યો તે પણ કોરોનાથી સંક્રમિત થયો છે. એટલે કે, કોરોના પોઝિટિવ મહિલાએ કોરોના પોઝિટિવ બાળકને જન્મ આપ્યો છે.
ગંભીર સ્થિતિ / પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર Ban, ગૃહયુદ્ધ તરફ વધી રહ્યો છે દેશ
જ્યારે કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે તુરંત જ મહિલાને તેના પતિથી અલગ કરી દેવામાં આવી હતી. તે પછીનાં કેટલાક દિવસો બાદ મહિલા પણ આ બિમારીથી પીડિત મળી આવી હતી. ગર્ભાવસ્થા દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડિલિવરી સમયે તેની તબિયતની સંભાળ રાખતા તેની ડિલિવરી કરવામાં આવી હતી. જો કે, ડિલિવરી પછી, મહિલાને કેટલીક હોસ્પિટલો દ્વારા પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મહિલાને હરિયાણાની આયુષ્માન ભવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે કોરોનાથી સંક્રમિત બાળકને જન્મ આપ્યો હતો.
શ્વાસ માટે સંગ્રાામ / જીંદગી અને મોત બધુ જ કતારમાં છે, શું હેલ્થ સિસ્ટમ પણ હવે હાંફી રહી છે?
જો કે, નવજાતની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવી રહ્યુ છે. ઇનપુટ્સ અનુસાર, કેટલીક ખાનગી હોસ્પિટલોએ મહિલાને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માહિતી આપતી વખતે એક ડોક્ટરે કહ્યું કે, હરિયાણામાં કોરોના પોઝિટિવ મહિલાએ કોરોના પોઝિટિવ બાળકને જન્મ આપ્યો છે. વધુમાં તેમણે કહ્યુ કે, આવો આ પહેલો કેસ છે. ડોક્ટરે કહ્યું, “હરિયાણામાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, દરેકે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
